• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફોર્બ્સઃ આ આઠ મહિલાઓ છે એશિયાની ટોપ 50ની યાદીમાં

By Super
|
chanda-kochhar
વોશિંગ્ટન, 1 માર્ચઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ફોર્બ્સે એશિયાની 50 ટોપની મહિલા વ્યવસાયિકોની યાદી જાહેર કરી છે, જેમાં 8 ભારતીય મહિલાંઓ છે. આ યાદીમાં ટોપ ભારતીય મહિલામાં મીડિયા ક્ષેત્રની સંચાલિકા શોભના ભરતિયા, હોટલ ક્ષેત્રની પ્રિયા પૉલ અને બૈંકર ચંદા કોચરનું નામ ટોપ પર છે. આ મહિલાઓએ વિશ્વના અત્યંત વેગીલા ક્ષેત્રમાં પોતાના વ્યવસાયિક પ્રદર્શનથી ફોર્બ્સની યાદીમાં સ્થાન બનાવવામાં હાંસલ કરી છે.

ફોર્બ્સમાં લખ્યું છે કે આ મહિલાઓએ ચીનની મંદી, યૂરોપના મુદ્રા સંઘની ચિંતા અને નબળો અમેરિકન સુધારો હોવા છતાં વધું લાભ મેળવ્યો. જે એક મોટી સફળતાં છે. યાદીમાં સામેલ 50 મહિલાઓએ પડકારપૂર્ણ આર્થિક પરિસ્થિતિ પછી પોતાના વ્યાપારિક ક્ષેત્રમાં સક્રિયતાના આધારે પસંદગી કરવામાં આવી છે.

યાદીમાં સામેલ ભારતીય મહિલાઓ

1- પ્રિયા પોલ, ભારતીય હોટલ વ્યવસાય, તેમણે પિતાની હત્યા બાદ આ વ્યવસાય સંભાળ્યો અને નવી હોટલ્સની શ્રેણીઓ ઉભી કરી દીધી.

2- શોભના ભરતિયા, એચટી મીડિયાની ચેરમેન અને એડિટોરિયલ ડિરેક્ટર.

3- ચંદા કોચર, આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રબંધ નિદેશક અને સીઇઓ.

4- કિરણ મજૂમદાર, શો, બાયોકોન ઇન્ડિયાના સંસ્થાપક, ચેરમેન અને પ્રબંધ નિદેશક.

5. ચિત્રા રામકૃષ્ણા, નેશનલ સ્ટોક એક્સચેન્જની સંયુક્ત નિદેશિકા.

6- રેણુકા રામનાથ, મલ્ટીપલ્સ અલ્ટરનેટ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્ડિયાની સંસ્થાપક, પ્રબંધ નિદેશક અને સીઇઓ.

7- પ્રીતા રેડ્ડી, એપોલો હોસ્પિટલની સમૂહ પ્રબંધ નિદેશક.

8- શિખા શર્મા, એક્સિસ બેન્ક ઇન્ડિયાની સીઇઓ અને પ્રબંધ નિદેશક.

English summary
Eight Indian women, including media baroness Shobhana Bharti, hotelier Priya Paul and banker Chhanda Kochchar, figure among Forbes 50 top businesswomen in Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more