For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્મારને 8600 કરોડનો દંડ ચૂકવવા નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂન : એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે કન્સ્ટ્રક્શન કંપની એમ્માર એમજીએફ લેન્ડ લિમિટેડને રૂપિયા 8,600 કરોડના દંડની નોટિસ આપવામાં આવી છે. કંપનીને આ નોટિસ ફોરેક્સના નિયમો તોડવા માટે આપવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ કરવામાં આવ્યો છે.

એજન્સી દ્વારા આ કેસની તપાસ વર્ષ 2010થી શરૂ કરી દેવામાં આવી હતી. આ કેસ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના નિયમ તોડવા સાથે જોડાયેલો છે. કંપની પર આ વિશે ભારતીય રિઝર્વ બેન્કના નિયમો તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરનું માનવુ છે કે, આ કેસમાં એમ્માર એમજીએફની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)નો નિયમ તોડવાનો કેસ બની શકે છે.

emaar-mgf

એજન્સીના મત પ્રમાણે, તપાસમાં ખ્યાલ આવ્યો છે કે, આ ગ્રૂપે આરબીઆઈને જાણ કરી છે કે તેઓ ભારતમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે એફડીઆઈ લાવી રહી છે, જોકે આ નાણાંનો ઉપયોગ કૃષિલક્ષી જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો છે. આમ, કંપની દ્વાર આરબીઆઈનો નિયમ તોડવામાં આવ્યો છે.

આ વિશે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, અમને સરકારી ઓથોરિટી પાસેથી આ વિશેની કોઈ જાણકારી નથી અને તેથી અમે હાલ આ વિશે કોઈ ટિપ્પણી કરી શકીશુ નહીં. કંપનીના મત પ્રમાણે તેમણે કોઈ પણ નિયમો તોડ્યા નથી.

સૂત્રોના મત પ્રમાણે કંપનીનો દંડ વધીને રૂપિયા 25,000 કરોડની સપાટીએ પણ પહોચી શકે છે. આરબીઆઈની યોજના અંતર્ગત કંપનીએ વર્ષ 2005માં સાઈપ્રસ અને મોરેશિયસ પાસેથી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે રૂપિયા 8,600 કરોડ મેળવ્યા હતા. એમ્માર એમજીએફ લેન્ડ લિમિટેડ દુબઈની એમ્માર પ્રોપર્ટી અને ભારતની એમજીએફ લિ. કંપની છે.

English summary
8600 crore penalty notice given to Emaar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X