For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 91 ટકા કામદારો અનિચ્છાએ કામ કરે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર : કાર્યક્ષેત્ર એટલે કે ઓફિસમાં અંગત વાતાવરણની કમીને કારણે વિશ્વભરમાં કામ પ્રત્યે એકાગ્રતામાં ઘટાડો તેના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ભારતમાં આ પ્રમાણ 91 ટકાના સ્તરે પહોંચી ગયું છે. વૈશ્વિક સ્તરે આ પ્રમાણ 87 ટકા છે.

આ સ્થિતિ અંગે કરવામાં આવેલા એક રસપ્રદ સંશોધનમાં રિસર્ચ ફર્મ સ્ટીલ કેસ ઇંકેપોતાના નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાવ્યું છે કે આજના સમયમાં મોટા ભાગના કાર્યસ્થળ એવા છે કે જ્યાં કર્મચારીઓ માટે વ્યક્તિગત અંગતતા શોધવી મુશ્કેલ છે. કામમાં ધ્યાન આપવા માટે અને કંઇક નવું કરવા માટે આ જરૂરી છે.

office-staff-1

આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કર્મચારીઓ એકાગ્રચિત્તા કામ નહીં કરતા હોવાથી તેમને વાર્ષિક 450.550 અબજ ડોલરનું નુકસાન થઇ રહ્યું છે.

અભ્યાસ અનુસાર દુનિયાભરમાં કંપનીઓના મુખ્ય કાર્યકારી કર્મચારીઓની એકાગ્રતા અને તેમના કામ વચ્ચે સીધો સંબંધ હોવાની વાત માને છે. આજે મોટા ભાગના કાર્યસ્થલ ખુલ્લા છે જ્યાં કર્મચારીઓ વાતો વધારે કરે છે.

સ્ટીલકેસના અભ્યાસ અનુસાર સ્વતંત્ર સંશોધન ફર્મ ઇંપસોસ અને ગેલપ દ્વારા ભારત સહિત 14 દેશોમાં 10,500થી વધારે કર્મચારીઓની વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાંથી 85 ટકા કર્મચારીઓ પોતાના કાર્યસ્થળથી અસંતુષ્ટ છે. તેઓ પોતાના કાર્યાલયમાં સરળતાથી ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. ભારતમાં 91 ટકા કર્મચારીઓ કમને કામ કરી રહ્યા છે.

English summary
91 percent workers are reluctantly working In India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X