For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દેશના નાગરિકોને હવે નહીં આપવો પડે ઇનકમ ટેક્સ

તેલ સંપન્ન દેશ સાઉદી અરબમાં હવે નાગરિકોએ નહીં આપવો પડે ઇનકમ ટેક્સ. નાણાં પ્રધાન મોહમ્મદ અલ જાદાનની જાહેરાત.

|
Google Oneindia Gujarati News

સાઉદી અરબના નાણાં પ્રધાને તેમના દેશના નાગરિકો અને કંપનીઓને એક મોટી રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે હવે તેમને ઇનકમ ટેક્સ નહીં આપવો પડે. રવિવારે સાઉદી અરબના નાણાં પ્રધાન મોહમ્મદ અલ જાદાને જાહેરાત કરી કે સાઉદી અરબના નાગરિકોને તેમના પગાર પર હવે કોઇ પણ ટેક્સ નહીં આપવો પડે. સાથે જ જે કંપનીઓએ ફાયદો કમાવ્યો છે, તેમણે ફાયદા પર સરકાર કોઇ ટેક્સ નહીં લગાવે. નાણાં પ્રધાન જાદાને કહ્યું કે તેલ સંપન્ન દેશમાં આર્થિક સુધારાથી જોડાયેલું આ એક મોટું પગલું છે.

income tax

વર્ષ 2014ના મધ્યમાં જ્યારે તેલની કિંમતો પડી હતી ત્યારે સાઉદી અરબે પોતાની અર્થવ્યવસ્થા સુધારવા માટે તમામ વિભાગમાં સુધારણાની જાહેરાત કરી હતી. જેમાં ટેક્સને લઇને નીજીકરણ અને રોકાણને લઇને નવી રણનીતિ ઉપરાંત સરકારી ખર્ચમાં ઘટાડો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણાં પ્રધાન મોહમ્મદ અલ જાદાને જણાવ્યું કે તેમની સરકાર તેમની જનતાને ઇનકમ ટેક્સથી આઝાદી અપાવવા માંગે છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2018 સુધી જે ટેક્સ પ્લાન કર્યો છે તે મુજબ વર્ષ 2020 સુધી પાંચ ટકાથી વધુ વેટ નહીં લે.

Read also: બેંકમાં હજી પણ છે નોટોની તંગી, એટીએમ કેમ લટકે હજી પાટિયા?Read also: બેંકમાં હજી પણ છે નોટોની તંગી, એટીએમ કેમ લટકે હજી પાટિયા?

બધા દેશો શું આવું કરી શકે?
ત્યારે સવાલ તે પણ ઊભો થાય છે જો સાઉદી અરબ આ રીત અપનાવી શકે તો અન્ય દેશો પણ આ રીત અપનાવી શકે ખરા? તો જાણકારો તેનો જવાબ નામાં આપે છે. ગલ્ફ કો ઓપરેશન કાઉન્સિલમાં 6 અરબ શાહી શાસન છે. એ આવનારા વર્ષની શરૂઆત સુધી તેલ સિવાય અન્ય વસ્તુઓ પર મળતા રાજસ્વમાં પાંચ ટકાનો વેટ સામેલ કરવા માંગે છે. પણ કેટલાક દેશોના અર્થશાસ્ત્રી અને અધિકારીઓ જણાવે છે કે આ પ્રકારની વ્યવસ્થા તમામ દેશોમાં સંભવ નથી. કારણ કે ટેક્સ ભેગો કરનારા પ્રશાસનિક ઢાંચાને તૈયાર કરવામાં ખુબ જ જટિલતાઓ છે. અને તે અંગે તમામને ટ્રેનિંગ આપવી એટલી સરળ નથી.

English summary
No income tax for Saudi citizens and profit of Saudi companies would not be axed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X