જાણો : કઇ બેંકઓ આપે છે સસ્તી પર્સનલ લોન?
ભારતમાં કોઇ પણ પ્રકારની લોન પર વ્યાજના દરોનો આધાર બેંકો પર રહેલો છે. આ દર લોન લેનારી વ્યક્તિની આવક તથા સિબિલ રેટિંગ પર રહેલો છે.
આ બાબતને સરળ રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. બેંગલોરમાં રહેતો સંજય 30 વર્ષનો છે. તે છેલ્લા 5 વર્ષથી બેંગલોરમાં રહે છે. તેનો માસિક પગાર રૂપિયા 50,000 છે અને તેણે અત્યાર સુધી કોઇ લોન લીધી નથી.
આ કારણે કોઇ પણ બેંક તેને પ્રિ પેમેન્ટ કે ક્લોઝરની સુવિધા પ્રથમ 6 મહિનાથી એક વર્ષ સુધીના સમયગાળામાં આપશે નહીં.
અહીં નોંધનીય બાબત એ છે કે બેંગલોરમાં તે તેના પિતાના મકાનમાં રહે છે. તેને વિવિધ બેંકો તેની ક્ષમતાના આધારે કેટલી અને કયા વ્યાજદરે લોન આપશે તે જોઇએ,..

HDFC બેંક
લોનની રકમ : મહત્તમ રૂપિયા 7 લાખ
સમયગાળો : 4 વર્ષ
વ્યાજ દર : 16.25 ટકા
EMI : રૂપિયા 19,928

ICICI બેંક
લોનની રકમ : મહત્તમ રૂપિયા 5.5 લાખ
સમયગાળો : 4 વર્ષ
વ્યાજ દર : 17.25 ટકા
EMI : રૂપિયા 15,942
ફી અને ટેક્સ : રૂપિયા 12,360

કોટક મહિન્દ્રા બેંક
લોનની રકમ : મહત્તમ રૂપિયા 50,000થી 15 લાખ
સમયગાળો : 1થી 5 વર્ષ
વ્યાજ દર : 13.24 ટકા
EMI : રૂપિયા
લન પ્રોસેસિંગ ફી લોનની રકમના 3 ટકા
ડોક્યુમેન્ટેશમન ચાર્જીસ 5000 સુધી

એક્સિસ બેંક
લોનની રકમ : મહત્તમ રૂપિયા 50,000થી 15 લાખ
સમયગાળો : 1થી 5વર્ષ
વ્યાજ દર : 15.50થી 24 ટકા
લોન પ્રોસેસિંગ ફી 1.50 ટકાથી 2 ટકા અને સર્વિસ ટેક્સ

HSBC
લોનની રકમ : મહત્તમ રૂપિયા 15 લાખ
સમયગાળો : 1થી 5વર્ષ
વ્યાજ દર : 13.5થી 17.5 ટકા
ફી અને ટેક્સ : પ્રોસેસિંગ ફી 1 ટકા અને પેમેન્ટ ચાર્જીસ 4 ટકા