જાણો : ભારતની સરકારી બેંકોમાં ઓક્ટોબર 2014માં FD પર કેટલું વ્યાજ?
મુંબઇ, 7 ઓક્ટોબર : દેશમાં વર્તમાન અર્થવ્યવસ્થામાં વ્યાજના દરો ઘટી રહ્યા છે. દેશની સરકારી બેંકોએ આનું અમલીકરણ શરૂ પણ કરી દીધું છે. બેંકોએ પોતાની ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવતું વ્યાજ ઘટાડ્યું છે. અહીં અમે ઓક્ટોબર 2014માં સરકારી બેંકોમાં ફિક્સડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપવામાં આવે છે.
વ્યાજના દરોની તુલના કરવામાં આવે તો કોર્પોરેશન બેંક તેની ડિપોઝિટ્સ પર સૌથી વધારે 9.11 ટકા વ્યાજ આપે છે. અહીં અમે પાંચ વર્ષ સુધીની એફડીના વ્યાજ આપ્યા છે. ખાસ નોંધ લેશો કે વ્યાજના દર સતત બદલાતા રહે છે.
કોર્પોરેશન બેંક
3 વર્ષથી to 3 વર્ષ & 3 months - 9.11%
1-5 વર્ષ - 9%
સિન્ડિકેટ બેંક
444 દિવસ - 9.5% વાર્ષિક વ્યાજ
એક વર્ષથી વધારે અને 444 દિવસ સુધી - 8.9%
2-5 વર્ષ - 8.75%
IDBI બેંક
500 દિવસ - 9.05%
501 દિવસ - 5 વર્ષ - 9%
5 વર્ષથી વધુ - 9.1%
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
1-2 વર્ષ - 8.75%
2-3 વર્ષ - 8.75%
3-5 વર્ષ - 8.75%
અલ્હાબાદ બેંક
1-2 વર્ષ - 9.05%
2-5 વર્ષ - 9.05%
આંધ્ર બેંક
1-3 વર્ષ - 9.05%
3-5 વર્ષ - 8.75%
બેંક ઓફ બરોડા
1-3 વર્ષ - 8.75%
3-5 વર્ષ - 8.5%
બેંક ઓફ ઇન્ડિયા
તમામ પ્રકારની એફડી માટે 9.05%
કેનેરા બેંક
1-3 વર્ષ - 9.05%
3-5 વર્ષ - 9%
પંજાબ નેશનલ બેંક
1-10 વર્ષ - 9%
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
1-5 વર્ષ - 9%
વિજયા બેંક
1 વર્ષ - 9.05%
2-5 વર્ષ - 9%
બેંક ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ?
બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજના દર ઘટ્યા છે. જેના કારણે તે પહેલા જેટલી આકર્ષક રહી નથી. વર્તમાન સ્થિતિને જોતા એમ લાગે છે કે આગામી સમયમાં વ્યાજના દર વધારે ઘટશે. કારણ કે ફુગાવો ઘટી રહ્યો છે. આ કારણે ઊંચા વ્યાજદર મેળવવા માટે કંપની ફિક્સ ડિપોઝિટની સ્કીમ્સ પણ જોવી જોઇએ. સિનિયર સિટિઝનને 0.5 ટકા વધારે વ્યાજદર મળે છે.