• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO: 9.50 લાખ લોકોને નોકરીઓ મળી

|

તમારા માટે સારા સમાચાર છે કે તમને જાણીને ખુશી થશે કે નોકરી મેળવવાની બાબતમાં જુલાઈનો મહિનો ખૂબ સારો હતો. જી હા, જુલાઈમાં લગભગ 10 લાખ થી વધુ બન્યા ઇપીએફના સભ્ય. રોજગાર અને નોકરી એ દેશમાં એક મોટો મુદ્દો છે. કેટલીકવાર તેમાં સુધારો થાય છે અને કોઈવાર ઘટાડો થવાની સંભાવના રહે છે.

પરંતુ સારા સમાચાર એ છે કે જુલાઇમાં છેલ્લા 11 મહિનામાં સૌથી વધુ નવી નોકરીઓ ઉત્પન્ન થઇ. આ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના ઈપીએફઓના પેરોલ ડેટા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જુલાઈમાં અત્યાર સુધીમાં 9.58 લાખ નવી નોકરીઓ ઉત્પન્ન થઇ છે.

જુલાઇમાં કુલ 9,51,423 નવા કર્મચારીઓ જોડાયા

જુલાઇમાં કુલ 9,51,423 નવા કર્મચારીઓ જોડાયા

જો કે, રિપોર્ટ મુજબ જુલાઈના આંકડા મેળવ્યા પછી સપ્ટેમ્બર 2017 થી અત્યાર સુધી કુલ 61.81 લાખ નવા લોકો ઇપીએફઓ સાથે જોડાયા છે. નવા લોકો કે જેઓ સંકળાયેલા છે તે ઘણા જુદા જુદા ક્ષેત્રોના કર્મચારીઓ છે. આમાં પેન્શન, પીએફ અને વીમા વગેરેનો સમાવેશ થાય છે. ઇપીએફઓ અનુસાર જુલાઈમાં કુલ 9,51,423 નવા કર્મચારીઓ જોડાયેલા છે.

61,81,943 નવી નોકરીઓ

61,81,943 નવી નોકરીઓ

ઇપીએફઓના પેરોલ ડેટા મુજબ, 61,81,943 નવી નોકરી સપ્ટેમ્બર 2017 થી જુલાઈ 2018 દરમિયાન ઉત્પન્ન થઇ છે. આમાં જુલાઈમાં 18 થી 21 વર્ષનાં યુવા કામદારોની સંખ્યા 2,68,021 રહી હતી. જ્યારે 22 થી 25 વર્ષનાં કામદારોની સંખ્યા 2,54,827 રહી છે.

ઇપીએફઓએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે ડેટા જો કે અસ્થાયી હોવા છતાં, સતત અપડેટ કરવામાં આવે છે. એવા ઘણા કર્મચારીઓ હોઈ શકે છે, જેમનું યોગદાન ઇપીએફઓમાં વર્ષભરમાં ચાલુ રહેતું નથી. જેવું કે તમે જાણો છો તેમ ઇપીએફઓ સંગઠિત ક્ષેત્ર અને અર્ધ-સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના સામાજિક સુરક્ષા ફંડનું સંચાલન કરે છે.

સામાજિક સુરક્ષા યોજના

સામાજિક સુરક્ષા યોજના

ઇપીએફઓ ત્રણ પ્રકારની સોશિયલ સિક્યોરિટી યોજના ચલાવે છે. પ્રોવિડન્ટ ફંડ યોજના 1951, કર્મચારીની ડિપોઝિટ લિંક્ડ સ્કીમ 1976 અને કર્મચારી પેન્શન યોજના 1995. આ જ નહીં ઇપીએફઓ લગભગ 6 કરોડથી પણ વધુ ખાતાઓનું સંચાલન કરે છે અને તેના મેનેજમેન્ટ ક્ષેત્રની કુલ રકમ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

English summary
A Total Of 61.81 Lakh New People Are Associated With EPFO
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X