For Quick Alerts
For Daily Alerts
આ બેટરી તમને 15 વર્ષ સુધી મોબાઇલ ચાર્જીંગમાંથી છુટકારો અપાવશે
મોટાભાગે એવું બને છે કે જરૂરિયાતના સમયે તમારા મોબાઇલની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય છે અને તમે વિચારતા હશો કે કદાચ એવું હોય કે બેટરી ક્યારેય ખતમ ના થાય. આ સમસ્યાના સમાધાનને ધ્યાનમાં રાખતાં એક કંપનીએ દાવો કર્યો છે કે બેસિક મોબાઇલ ફોનમાં ડબલ 'એ' બેટરી લગાવીને સામાન્ય રીતે તેનો ઉપયોગ કરવાથી તેની બેટરી 15 સુધી ચાલે છે. ફોનના પાછળના ભાગમાં લાગેલી બેટરીને તમે સ્ક્રીન પર પણ મહેસુસ કરી શકો છો. જેના કારણે સ્ક્રીનનો કેટલોક ભાગ ઉપસેલો છે.
કંપનીનું કહેવું છે કે આ રીતે બેટરીવાળા મોબાઇલ ફોન જીએસએમ નેટવર્ક પર કામ કરે છે. આટલું જ નહી, આ ફોનથી સિમકાર્ડ વિના પણ ઇમરજન્સી કોલ કરી શકાય છે. આ ફોનને અમેરિકાના લાગ વેગાસમાં એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શની ઇન્ટરનેશનલ સીઇએસમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર જો તમે આ મોબાઇલને ક્યાંક મૂકી દો તો પણ તેની બેટરી મોબાઇલના ઉપયોગ કરવા માટે સક્ષમ રહે છે. એટલે કે જરૂર પડતા તમે અચાનક કોઇ પણ સમયે આ મોબાઇલનો ઉપયોગ કરી શકો છો અને બેટરી તમને દગો આપશો નહી. કંપનીનો દાવો છે આ મોબાઇલથી તમે સતત દસ કલાક સુધી વાત કરી શકશો.