MUST READ: હવે બેંક એકાઉન્ટ અને મોબાઇલ સિમ માટે આધાર કાર્ડ જરૂર નથી
બેંક હવે બેંક એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડની ડિમાન્ડ કરશે નહીં અને નવું મોબાઇલ સિમ લેવા માટે તમારે આધાર કાર્ડ બતાવવાની જરૂર રહેશે નહીં. સોમવારે, રાજ્ય સભામાં આધાર સંશોધન બિલ 2019 (The Aadhar and Other Laws (Amendment) Bill) પાસ થઇ ગયું છે. આ બિલ પાસ પછી, હવે બેંકમાં ખાતું ખોલાવવા માટે, મોબાઇલ ફોનનું સિમ મેળવવા માટે આધાર સ્વૈચ્છિક થઇ ગયું છે. કોઈ પણ તમારી પાસે આધાર કાર્ડ માટે દબાણ કરી શકશે નહીં. આ બિલ પાસ પછી, તમે બેંક એકાઉન્ટ ખોલવા અથવા સિમ કાર્ડ મેળવવા માટે સ્વેચ્છાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
આ કોર્સ આપે છે 4 લાખ રૂપિયાની નોકરીની ગેરેંટી, જાણો ડિટેઈલ

આધારની આવશ્યકતાઓનો અંત
રાજ્ય સભામાં આધાર સંશોધન બિલ 2019 પાસ થઇ ગયું છે. બિલ પાસ થયા પછી, આધાર કાર્ડની આવશ્યકતા સમાપ્ત કરવામાં આવી છે અને તેને સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. ખાનગી કંપનીઓને આધારના કોર ડેટા મેળવવાની મંજૂરી નથી, જો કોઈ આમ કરે તો સજા અને દંડની જોગવાઇ છે.

ગ્રાહક સંમતિ વિના ઉપયોગ નથી
આ બિલ પાસ થયા પછી, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોની સંમતિ વિના આધારનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત, ટેલિકોમ કંપનીઓને આધારની જગ્યાએ પાસપોર્ટ અને રેશન કાર્ડ જેવા ઓળખ કાર્ડ આપવાનો વિકલ્પ આપવો પડશે. આ બિલ પાસ થયા પછી, આધાર પર હવે રેગ્યુલેટર યુઆઇડીએઆઇને લોકોના હિતમાં નિર્ણયો લેવા અને આ આધારનો દુરુપયોગ અટકાવામાં મદદ મળશે.

બેંક એકાઉન્ટ ખોલાવવા આધાર જરૂર નથી
આ બિલ અનુસાર, બેંક ખાતું ખોલાવવા માટે આધાર દર્શાવવો જરૂરી રહેશે નહીં. લોકો પાસે બાર-અંકીય વાસ્તવિક આધાર નંબરની જગ્યાએ તેમની ઓળખાણને વર્ચ્યુઅલ ઓળખ સાથે સાબિત કરવાનો વિકલ્પ હશે. આ બિલ પાસ થયા પછી, હવે કોઈ પણ વ્યક્તિને આધાર દ્વારા તેની ઓળખ સાબિત કરવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં. બાળકોને 18 વર્ષ પછી તેમના આધાર નંબર રદ કરવાનો અધિકાર હશે. આ બિલ અનુસાર, આધાર એક્ટના જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર રૂ. 1 કરોડ સુધીની સિવિલ પેનલ્ટી લગાવી શકાય છે.