20 એપ્રિલથી દેશની 45% અર્થવ્યવસ્થામાં શરૂ થઈ જશે કામ, ગ્રામીણ ક્ષેત્રો પર વધુ ધ્યાન
કોવિડ-19ના સંકટના કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગેલુ છે. જો કે 20 એપ્રિલથી ઘણા ક્ષેત્રોમાં કામ ફરીથી શરૂ કરવા માટે સરકારે અમુક દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ છૂટથી લગભગ 45 ટકા અર્થવ્યવસ્થામાં કામ શરૂ થઈ જશે. જેનાથી દેશની અર્થવ્યવસ્થાને એક વાર ફરીથી પાટા લાવવાની કોશિશ કરવામાં આવશે. આ બાબતે નોમુરાના અર્થશાસ્ત્રી સોનલ વર્માએ કહ્યુ, 'અમારુ અનુમાન છે કે લૉકડાઉનમાં આંશિક છૂટથી મૂળ લૉકડાઉનની તુલનામાં 20 એપ્રિલ બાદ લગભગ 45 ટકા અર્થવ્યવસ્થા ફરીથી શરૂ થઈ શકે છે. જ્યારે 24 માર્ચથી 14 એપ્રિલ સુધી માત્ર 25 ટકા અર્થવ્યવસ્થા ચાલુ હતી.'
હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર જે ક્ષેત્રોમાં કામ ફરીથી શરૂ થશે તેમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સાથે જ લોકોની રોજિંદી જરૂરિયાતના સામાનવાળા ક્ષેત્રોમાં પણ કામથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે. જો કે 20 એપ્રિલથી અમુક જ ક્ષેત્રોમાં કામ શરૂ થશે, બધા નહિ. પરિવહન અને નિર્માણ કાર્ય સાથે જોડાયેલા કામ આ દરમિયાન બંધ જ રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં કામ શરૂ અંગે વિશેષજ્ઞોનુ કહેવુ છે કે લૉકડાઉન 2.0માં ખેતી અને આની સાથે જોડાયેલી સેવાઓ શરૂ કરવાથી 50 ટકા લોકોને કામ મળશે કારણકે અડધી વસ્તી ખેતી પર નિર્ભર છે.
આ ઉપરાંત સરકારે દેશમાં 170 જિલ્લાઓને હૉટસ્પૉટ તરીકે રાખ્યા છે જે જીડીપીમાં 37 ટકાથી વધુ માટે જવાબદાર છે. કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો મુજબ 20 એપ્રિલથી કૃષિ, લૉજિસ્ટીક્સ, પાયાગત માળખા, ઈ-કૉમર્સ અને શહેરી સીમાઓની બહાર સ્થિત કારખાનાઓ સહિત અર્થવ્યવસ્થાના પ્રમુખ ભાગોનુ સંચાલન ફરીથી શરૂ થશે. એટલે કે આ એ વિસ્તારો હશે જ્યાં ગ્રીન ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે અને સંક્રમણ ફેલાવાનો કોઈ ખતરો નથી. દેશનો આર્થિક વૃદ્ધિ દરમાં થઈ રહેલ ઘટાડો 45 ટકા અર્થવ્યવસ્થામાં ફરીથી કામ શરૂ થવાથી થોડો ઘટી જશે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે મંગળવારે જાન્યુઆરીમાં અનુમાનિત 5.8 ટકા ગ્રોથને 2020માં 1.9 ટકા સુધી ઘટાડી દીધુ છે. વળી, બાર્કલેજે આને ઝીરો ટકા ગણાવ્યુ છે.
આ બાબતે દેશના નામ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ, 20 એપ્રિલ સુધી દરેકકસ્બા, દરેક પોલિસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્યને પરખવામાં આવશે ત્યાં લૉકડાઉનનુ કેટલુ પાલન થઈ રહ્યુ છે. એ વિસ્તારે કોરોનાથી ખુદને કેટલુ બચાવ્યુ છે એ જોવામાં આવશે. જે વિસ્તાર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે હૉટસ્પૉટમાં નહિ હોય અને જેમના હૉટસ્પૉટમાં બદલાવાની આશંકા પણ ઓછી હશે ત્યાં 20 એપ્રિલથી અમુક ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ વર્ક ફ્રોમ હોમ હશે હવે દુનિયામાં કામ કરવાની નવી રીતઃ રવિશંકર પ્રસાદ