For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે PNB સાથે યુકેમાં થયું 271 કરોડનું ફ્રોડ, વસૂલી માટે બેંક પહોંચી કોર્ટ

PNB સાથે યુકેમાં થયું 271 કરોડનું ફ્રોડ, બેંક પહોંચી કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે 271 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. બેંકની યુકેની સહાયક કંપની પાસેથી ડમી દસ્તાવેજો દેખાડીને 3.7 મિલિયન ડૉલરની લોન લેવામાં આવી હતી. હવે આ લોનની વસૂલી માટે બેંકે કોર્ટના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે.

પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ

પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ

પીએનબીએ આ મામલે 5 ભારતીયો, 1 અમેરિકન અને 3 કંપનીઓ પર કેસ કર્યો છે અને કોર્ટમાં દલલી આપી છે કે આ લોકોએ ખોટા દસ્તાવેજો બેલેન્સ શીટ દેખાડીને કુલ 3.7 કરોડ ડૉલર એટલે કે 271 કરોડ રૂપિયાની લીધી લીધી હતી. યુકે કોરટમાં દાખલ કરવામાં આવેલ આ કેસમાં બેંકનું કહેવું છે કે બેંકને ખોટાં અને બનાવટી દસ્તાવેજો દેખાડીને લોન લેવામાં આવી હતી.

બેંક પહોંચી કોર્ટ

બેંક પહોંચી કોર્ટ

બેંકનું કહેવું છે કે આ લોકોએ સાઉથ કેરોલિનામાં ઓઈલ રિફાઈનિંગ યૂનિટ લગાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ વિકસિત કરવા અને તેને વેચવા માટે લોન લીધી હતી. લોન માટે એમણે પોતાની બેલેન્સ શીટમાં ખોટા ઉમેરા કરીને દેખાડી હતી અને આ પ્રોજેક્ટ વિશે પણ ખોટા આંકડા રજૂ કર્યા હતા.

આ કંપનીઓએ ફ્રોડ કર્યું

આ કંપનીઓએ ફ્રોડ કર્યું

પીએનબીએ કોર્ટમાં કહ્યું કે એમણે 2011 અને 2014 વચ્ચે આ રકમની ચૂકવણી ડૉલરમાં અમેરિકામાં રજિસ્ટર ચાર કંપનીઓને કરી હતી. જેમાં સાઉથ ઈસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી, પેપ્સો બીમ યૂએસએ, ત્રિશે વિંડ એન્ડ ત્રિસે રિસોર્સ છે.

ડમી દસ્તાવેજોથી ફ્રોડ કર્યું

ડમી દસ્તાવેજોથી ફ્રોડ કર્યું

એસઈપીએલ પર 17 મિલિયન ડૉલરનું ડિફોલ્ટ કર્યું છે, જેમાં 10 મિલિયન પીએનબીના છે. જ્યારે પેપ્સો બીમ ઈનવાયરમેન્ટલ સૉલ્યૂશન પર 13 મિલિયન ડૉલરનું ડિફોલ્ટ કર્યું છે. કંપનીએ આ કંપનીઓ પર લોન ચૂકવણી ન કરવાનો, ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો વગેરે મામલાઓ દાખલ કર્યા છે. બેંકે આ કેસ કંપની અને વ્યક્તિગત રૂપે પણ કર્યો છે.

10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમત10 નવેમ્બરે પણ સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિમત

English summary
The UK subsidiary of Punjab National Bank (PNB) is suing five Indians, one American and three companies in the UK high court claiming they fraudulently misled the bank to lend them tens of millions of dollars and now owe the bank approximately $37 million (Rs 271 crore) in unpaid loans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X