સર્વેઃ કોરોના મહામારીને પગલે દરેક 3માંથી એક ઉદ્યોગ બંધ થવાની કગાર પર
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ ભારત સહિત આખા વિશ્વની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કોવિડ 19ને પગલે કરોડો લોકો બેરોજગાર થયા છે. ઑલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરવામા આવેલ સર્વે મુજબ દેશમાં એક તૃતિયાંસથી વધુ સ્વ-નિયોજિત નાના અને મધ્યમ ઉદ્યોગોમાં રિકવરીનો કોઈ આધાર જોવા નથી મળી રહ્યો. આ ઉદ્યોગો બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે. ઑલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએશને નવ ઉદ્યગ સંસ્થાઓ સાથે મળીને આ સર્વે કર્ય.

35 ટકા રોજગારીની વાપસી મુશ્કેલ
ઑલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આ સર્વેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, સ્વ-નિયોજિત, કોર્પોરેટ સીઈઓ અને કર્મચારીઓની 46000 પ્રતિક્રિયાઓને સામેલ કરી છે. 24થી 30 મે દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો. ઓનલાઈન કરાયેલા આ સર્વે મુજબ 35 ટકા એમએસએમઈ અને 37 ટકા સ્વ- નિયોજિત રોજગાર સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે તેમના ઉદ્યોગોને પાછા પટરી પર લાવવા બહુ મુશ્કેલ છે. 32 ટકા એમએસએમઈએ કહ્યું કે તેમના ઉદ્યોગોને પરત પટરી પર લાવવામાં છ મહિનાથી વધુનો સમય લાગી જશે. જ્યારે માત્ર 12 ટકાએ કહ્યું કે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં તેમના ઉદ્યોગોની સ્થિતિ સંભાળી લેવામાં આવશે. સર્વેમાં કહેવામાં આવ્યું કે ત્રણ મહિનામાં રિકવરીની ઉમ્મીદ કરતા કોર્પોરેટ સીઈઓની પ્રક્રિયામાં કારોબાર માટે ધારણા વધુ આશાવાદી છે.

ઉદ્યોગો બંધ થવાનું કોરોના એકમાત્ર કારણ નથી
આઈએમના પૂર્વ અધ્યક્ષ કે.ઈ. રઘુનાથને કહ્યું કે, ઉદ્યોગોના સંચાલનમાં કમી, ભવિષ્ય વિશે અનિશ્ચિતતા વગેરે નાના અને મધ્યમ ઉદ્યોગો સંબંધિ પ્રમુખ પરિબળોમાંના એક છે. પરંતુ ઉદ્યોગો બંધ કરવાનું સંપૂર્ણ કારણ માત્ર કરોના મહામારી ના હોય શકે. ઉદ્યોગ પહેલેથી જ વિવધ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. પછી તે નોટબંધી હોય કે જીએસટી, પાછલા ત્રણ વર્ષોમાં અર્થવ્યવસ્થામાં મંદીના કારણે ઉદ્યોગોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આઝાદી બાદ ઉદ્યોગોમાં સૌથી મટું નુકસાન થયું
તેમણે કહ્યું કે આઝાદી બાદ આટલા મોટા પાયે વ્યાપારનો વિનાશ ક્યારેય નથી જોવા મળ્યો. ભારતે દુનિયામા ંસૌથી કઠોર લૉકડાઉનમાંનું એક જયું છે. 17મી મેના રોજ સમાપ્ત થનાર ત્રીજા તબક્કાના લૉકડાઉન બાદ આર્થિક ગતિવિધિઓ ફરીથી શરૂ કરવાની છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને દિલ્હી સહિત રાજ્યોમાં વધતા કોવિડ મામલાએ આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાનો પડકાર ફેંક્યો છે.
હવે 'ઈબોલા' વાયરસે શરૂ કર્યો વિનાશ, જાણો WHOએ શું કહ્યુ, શું છે તેના લક્ષણો