એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચશે સરકાર, 17 માર્ચ સુધી બોલી માંગી
નવી દિલ્હીઃ વ્યાજના બોજા હેઠળ દબાઈ રહેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. બિડ (બોલી) મોકલવાની આખરી તારીખ 17 માર્ચ 2020 છે. આની સાથે જ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ મંગાવી છે. એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે 7 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનેલ એક મંત્રી સમૂહે ખાનગીકરણ સાથે જોડાયેલ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
એટલે કે હવે સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચી રહી છે. ગત વર્ષે 76 ટકા શેર વેચવા માટે બોલીઓ મંગાવવામાં આવી હતી. કોઈ ખરીદદાર નહોતો મળી શક્યો. એવામાં સરકારે 100 ટકા ભાગીદારી વેચવાનો ફેસલો લીધો છે. જણાવી દઈએ કે એર ઈન્ડિયા લાંબા સમયથી નુકસાનીમાં ચાલી રહી છે. તેને 2018-19માં 8,556.35 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એરલાઈન પર 50,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. આ કારણે જ સરકાર એર ઈન્ડિયાને વેચવા માંગે છે. માર્ચ સુધી વેચાણ પ્રક્રિયા પૂરી કરવાની યોજના છે.
Government of India (GOI) has given ‘in-principle’ approval for Strategic disinvestment of Air India (AI) by way of the transfer of management control&sale of 100% equity share capital of AI held by GOI which will include AI’s shareholding interest of 100% in AIXL &50% in AISATS. pic.twitter.com/246VZf6tVb
— ANI (@ANI) January 27, 2020
જ્યારે સરકારે સંસદના શીતકાલીન સત્ર દરમિયાન પણ કહ્યું હતું કે સંકટમાંથી પસાર થઈ રહેલ એર ઈન્ડિયાને જો કોઈ નવો ખરીદદાર નહિ મળે તો તેને બંધ કરવી પડી શકે છે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે નાનીનાનૂ પૂંજીગત વ્યવસ્થાની મદદથી કંપનીનું રિચાલન યથાવત રાખવું મુશ્કેલ થઈ રહ્યું છે.
ભડકાઉ ભાષણ આપનાર શરજીલ ઈમામ વિરુદ્ધ આસામ અને યૂપી બાદ અન્ય 3 રાજ્યોમાં દેશદ્રોહનો કેસ દાખલ