For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ ઇન્ટરનેટધારકોએ કરવો પડશે કન્ટ્રોલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર: સ્માર્ટફોન ટેબલેટ અને મલ્ટી મીડિયા મોબાઇલ ફોનધારકોની સંખ્યામાં ઝડપથી થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા પહેલાં એકતરફ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને રિઝવવા માટે ડેટા ટેરિફ ઓછો કરે છે તો બીજી તરફ હવે ગ્રાહકો પર નવો બોઝો નાખવાની તૈયારી કરી રહી છે.

ટેલિકોમ ક્ષેત્રની મુખ્ય કંપનીઓ એરટેલ, આઇડિયા સેલ્યુલર અને વોડાફોને કેટલાક નિશ્વિત ટેરિફ પ્લાન મુજબ ટૂજી નેટવર્ક પર ડાઉનલોડ કરવામાં આવતાં ડેટાની માત્ર લગભગ અડધી કરી દિધી છે જેથી મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો બની ગયો છે.

ત્રણ કંપનીઓની વેબસાઇટ અનુસાર આ કંપનીઓ વર્તમાનમાં લગભગ 125 રૂપિયામાં એક જીબી 1024 એમબી ડેટા ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહી હતી પરંતુ હવે આટલા પૈસા આપીને ફક્ત 525 એમબી ડેટા ડાઉનલોડ કરી શકાશે.

જો કે કંપનીઓએ એ ખુલાસો કર્યો નથી કે આ દરોમાં પરિવર્તન કઇ તારીખથી અથવા કયા સમયથી કરવામાં આવ્યું છે. કંપનીઓને ટેરિફમાં કોઇ પ્રકારના પરિવર્તન પહેલાં ટ્રાઇને માહિતગાર કરવા પડે છે.

વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

એક વર્ષમાં બીજીવાર ભાવવધારો

એક વર્ષમાં બીજીવાર ભાવવધારો

વપરાશકર્તાઓને હવે એક જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે લગભગ 25 ટકા વધુ પૈસા આપવા પડશે. આટલું જ નહી એરટેલે દિલ્હીમાં 98 રૂપિયાના પેકની માન્યતા પણ 28 દિવસથી ઘટાડીને 14 દિવસની કરી દિધી છે. કંપનીઓએ એક વર્ષથી પણ ઓછા સમયમાં બીજીવાર ટૂજી ઇન્ટરનેટના ભાવમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં ગ્રાહકોને એક જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે 156 રૂપિયા અને આઇડિયા સેલ્યુલરના ગ્રાહકોએ 154 રૂપિયાનો ટેરિફ પ્લાન લેવો પડશે જે 28 દિવસ સુધી માન્ય ગણાશે.

વોડાફોન, એરટેલ અને આઇડિયાના ગ્રાહકો માટે

વોડાફોન, એરટેલ અને આઇડિયાના ગ્રાહકો માટે

વોડાફોન નેટવર્કના ગ્રાહકોને આ માટે 155 રૂપિયા ચૂકવવા પડશે જે 30 દિવસ સુધી માન્ય ગણાશે. તો બીજી તરફ મુંબઇમાં એક જીબી ડેટા ડાઉનલોડ કરવા માટે એરટેલ અને આઇડિયાના ગ્રાહકોને 154 રૂપિયા અને વોડાફોનના ગ્રાહકોને 155 રૂપિયા ગ્રાહકોને ચૂકવવા પડશે. આ ટેરિફ પ્લાન પણ 30 દિવસ સુધી માન્ય રહેશે.

પહેલાં ખોલ્યો હતો રાહતનો પટારો

પહેલાં ખોલ્યો હતો રાહતનો પટારો

ગત કેટલાક મહિનાઓમાં આખા દેશમાં સેવા પુરી પાડનાર કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલરે ટૂજી ગ્રાહકો માટે મોબાઇલ ઇન્ટરનેટ દરમાં કેટલક સર્કલોમાં 90 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ ક્રમમાં રિલાયન્સ કોમ્યુનિકેશંસે દેશના 13 ટેલિકોમ સર્કલોમાં થ્રીજી ડેટા દરમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો.

87.488 કરોડ મોબાઇલ ગ્રાહક

87.488 કરોડ મોબાઇલ ગ્રાહક

દેશમાં આ વર્ષે જૂનના અંતિમ મુકાબલે જુલાઇના અંતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 87.336 કરોડથી વધીને 87.488 કરોડ થઇ ગઇ છે. આ દર મહિનાના આધારે 0.17 ટકાનો વધારો છે. શહેરી મોબાઇલ ગ્રાહકોનું પ્રમાણ આ સમયગાળામાં 59.80 ટકાથી વધીને 60.10 ટકા થઇ ગયું છે, જ્યારે ગ્રામીણ ગ્રાહકોનું પ્રમાણ આ સમયગાળામાં 40.20 ટકા ઘટીને 39.90 ટકા થઇ ગયું છે.

શહેરોમાં વપરાશ વધ્યો, ગામડાંઓમાં ઘટ્યો

શહેરોમાં વપરાશ વધ્યો, ગામડાંઓમાં ઘટ્યો

દેશમાં આ વર્ષે જૂનના અંતિમ મુકાબલે જુલાઇના અંતમાં દેશમાં મોબાઇલ ઘનત્વ 71.08 ટકા વધીને 71.13 ટકા પહોંચી ગયું. શહેરી વિસ્તારોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા જૂન 2013ના અંતમાં 52.227 કરોડથી વધીને જુલાઇના અંતમાં 52.578 કરોડ થઇ ગઇ છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા જૂનના અંતમાં 35.11 કરોડથી ઘટીને જુલાઇના અંતમાં 34.909 કરોડ થઇ ગઇ છે.

ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધુ

ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધુ

દેશમાં અત્યારે ગ્રાહકોની સંખ્યાના આધારે મોબાઇલ બજારમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી 88.30 ટકા છે, જ્યારે સાર્વજનિજ ક્ષેત્રના બે ઉપક્રમો બીએસએનએલ તથા એમટીએનએલની બજાર ભાગીદારી ફક્ત 11.70 ટકા છે.

મોબાઇલ પર 60 રૂપિયામાં 50 ટીવી ચેનલ

મોબાઇલ પર 60 રૂપિયામાં 50 ટીવી ચેનલ

ડીટીએચ સેવા પુરી પાડનાર દેશની પ્રમુખ કંપની ટાટા સ્કાઇએ સ્માર્ટફોનના વધતા જતા ઉપયોગને જોતા એવરીવેર ટીવીના નામે મોબાઇલ ટીવી શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે આ સેવાને એપ્પલ અને એન્ડ્રોઇડ સ્ટોર્સથી ટાટા સ્કાઇની મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી નિશુલ્ક ડાઉનલોડ કરવામાં આવી શકશે. આ મોબાઇલ પર 50થી વધુ ટીવી ચેનલ જોઇ શકાશે.

ફિલ્મો અને વીડિયો પણ ડાઉનલોડ કરી શકાશે.

ફિલ્મો અને વીડિયો પણ ડાઉનલોડ કરી શકાશે.

આ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકોએ દર મહિને 60 રૂપિયા ખર્ચવા પડશે. આના માધ્યમથી ગ્રાહકો પોતાના મનપસંદ ટીવીને પહેલાં પાંચ દિવસોના એપિસોડ જોઇ શકશે. આ ઉપરાંત આના પર ઉપલબ્ધ ડાયરેક્ટ સ્ટ્રિમિંગથી મનપસંદ ફિલ્મો અને વીડિયો પણ ડાઉનલોડ કરી શકાશે.

English summary
Major telecom companies Bharti Airtel, Idea Cellular and Vodafone have halved the amount of data downloads on 2G networks under certain tariff plans, pushing up the cost of using mobile Internet services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X