For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્ડ વિના જ આ બેંકના ATMમાંથી ઉપાડી શકશો રૂપિયા

એટીએમમાંથી કાર્ડ વિના પણ રૂપિયા ઉપાડી શકશો

|
Google Oneindia Gujarati News

એરટેલ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા લઈને આવી છે. જે અંતર્ગત તમે એટીએમમાંથી કાર્ડ વિના પણ રૂપિયા ઉપાડી શકશો. આ કામ ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સ્ફર ટેક્નોલોજી (IMT)ના ઉપયોગથી ચૂકવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે આઈએમટી દુનિયાનું સૌથી મોટું કાર્ડ રહિત રોકડ એટીએમ નેટવર્ક છે અને તેનું નિર્માણ એમપે (mPAY) પેમેન્ટ સિસ્ટમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.

વર્ષના અં સુધીમાં 1 લાખ એટીએમ પર મળશ સુવિધા

વર્ષના અં સુધીમાં 1 લાખ એટીએમ પર મળશ સુવિધા

એરટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે એરટેલ બેંક અત્યારે ખાતાધારકોને 20,000 IMT સક્ષમ એટીએમ પર આ સુવિધા ઉપલબ્ધ હશે. એરટેલનું માનીએ તો એરટેલ પેમેન્ટ બેંકના ગ્રાહકોને આ વર્ષના અંત સુધીમાં 1 લાખ એટીએમ પર આ સુવિધા મળશે.

એરટેલ પેમેન્ટ બેંક

એરટેલ પેમેન્ટ બેંક

જણાવી દઈએ કે એરટેલ પેમેન્ટ બેંક લિમિટેડ પબ્લિક લિમિટેડ કંપની છે જે ભારતી એરટેલની સહાયક છે. જેને 11 એપ્રિલ 2016ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વ્યવસાય માટે લાયસન્સ મળ્યું હતું. એરટેલ પેમેન્ટ બેંક બાદ કેટલીય અન્ય પેમેન્ટ બેંક ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ છે.

એરટેલનો કોમ્બો પેક

એરટેલનો કોમ્બો પેક

એક નવા રિપોર્ટ મુજબ આગામી 2-3 ક્વાર્ટરમાં કમાણીના હિસાબે વોડાફોન આઈડિયા લિમિટેડને પાછળ છોડીને એરટેલ ફરી નંબર વન કંપની બની શકે છે. 4 સપ્ટેમ્બરે એરટેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે નવો અને સરળ કોમ્બો રિચાર્જ પેક રજૂ કર્યો છે. જેમાં 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાની કિંમત પર રિચાર્જ ઉપલબ્ધ હશે.

ટેલિકોમ માર્કેટમાં સ્થાન

ટેલિકોમ માર્કેટમાં સ્થાન

ગત અઠવાડિયે વોડાફોન આઈડિયા લિમિટેડના મર્જર બાદ કંપનીએ ટેલિકોમ માર્કેટમાં ભારતી એરટેલનું પહેલું સ્થાન છીનવી લીધું હતું. પરંતુ સુનીલ મિત્તલના માલિકાના હકવાળી ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા લિમિટેડના 32.2 ટકાના આરએમએસ વચ્ચે માત્ર 0.5 ટકાનું જ અંતર છે. જ્યારે જિઓનો આરએમએસ 22.4 ટકા છે. આ પણ વાંચો-ડોલર સામે રૂપિયો 26 પૈસા મજબૂતી સાથે 71.95 રૂપિયા પ્રતિ ડોલર

English summary
Airtel Payments Bank Account Holders Can Withdraw Cash At ATM Without Card.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X