For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ કહ્યું Jio વાંકમાં છે! નથી કર્યું આ આદેશનું પાલન!

એરટેલ કહ્યું જીયોએ કર્યો છે ટ્રાઇના આદેશનું ઉલ્લંઘન. જાણો આ અંગે વિગતવાર માહિતી અહીં.

|
Google Oneindia Gujarati News

ભારતી એરટેલે ટ્રાઇના આદેશ પછી જીયો ઇન્ફોકોમનો વાંક નીકાળી કહ્યું છે કે જીયોએ ટ્રાઇના આદેશોનું પાલન નથી કર્યું. વધુમાં તેણે એમ પણ કહ્યું કે ટ્રાઇના આદેશ પછી પણ જીયોએ તેની ઓફરનું ધમધોકાર પ્રમોશન ચાલુ રાખ્યું છે જે વ્યાજબી નથી. જો કે તે વાત તો બધા જ જાણે છે કે જીયોની જ્યારથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઇ છે એરટેલ અને જીયોનો ત્યારથી જ 36નો આંકડો થઇ ગયો છે. બન્ને વચ્ચે પહેલા પણ કોણ વધુ સ્પીડી નેટવર્ક આપે છે તે મામલે ચરસા ચરસી ચાલે છે. તેમાં ટ્રાઇના આદેશ પછી એરટેલે જીયોનો બરાબરનો વાંક કાઢતા તેની પર આક્ષેપ કર્યા છે.

airtel

ભારતીય એરટેલે જણાવ્યું છે કે ટ્રાઇના આદેશ પછી પણ જીયોએ આ ઓફરને 72 કલાકથી વધુ ચાલુ રાખી. એટલું જ નહીં સમર સરપ્રાઇઝ ઓફરનું ટ્રાઇના આદેશ પછી આક્રમક પ્રચાર પ્રસારણ કરાવ્યું. જે ટ્રાઇના આદેશનું ઉલ્લંધન છે. જો કે સામે પક્ષે ટ્રાઇએ જણાવ્યું હતું કે જીયોનું નેટવર્ક મોટું હોવાથી તેની સમર ઓફર બંધ કરવામાં થોડા સમય લાગી શકે છે. આમ ટ્રાઇ જીયોના આદેશ સ્વીકાર્યા પછી થોડીક નમણી પડતી નજરે પડી હતી.

Read also:Jioનો આ છે નવો પ્લાન, ભૂલી જાવ સમર સરપ્રાઇઝને!Read also:Jioનો આ છે નવો પ્લાન, ભૂલી જાવ સમર સરપ્રાઇઝને!

નોંધનીય છે કે જીયો 31 માર્ચ સુધી 7.2 કરોડ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લાવી હતી. અને આ માટે જ તેણે સમર સપ્રાઇઝ ઓફર ચાલુ રાખી હતી કે જેથી કરીને તે 15 દિવસ વધુ તેના ગ્રાહકોને આકર્ષી શકે. જો કે ટ્રાઇના આદેશ પછી જીયોએ જલ્દી જ સેવા બંધ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હવે જીયો જલ્દી જ નવી ઓફર સાથે પરત ફરશે.

English summary
Airtel said Jio did not follow TRAI regulation on its scheme. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X