For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં એમેઝોન સૌથી વધારે નોકરીઓ આપશે, 1300 લોકોને હાયર કરશે

ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં સૌથી વધારે નોકરીઓ લઈને આવી રહી છે. એમેઝોન વેબસાઈટ અનુસાર કંપની ચીનમાં જેટલી નોકરી લઈને આવી રહી છે

|
Google Oneindia Gujarati News

ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં સૌથી વધારે નોકરીઓ લઈને આવી રહી છે. એમેઝોન વેબસાઈટ અનુસાર કંપની ચીનમાં જેટલી નોકરી લઈને આવી રહી છે, તેના કરતા પણ વધારે નોકરી તે ભારતમાં લઈને આવી રહી છે. ટેક્નોલોજીમાં બિઝનેસ અને ભૂમિકા અંગે તેઓ 1300 નોકરીઓ લઈને આવી રહી છે જયારે એમેઝોન ચીનમાં 467 નોકરીઓ, જાપાનમાં 381 નોકરીઓ, ઑસ્ટ્રેલિયામાં 250 અને સિંગાપોરમાં 174 નોકરીઓ લઈને આવી રહી છે.

amazon

કંપની અનુસાર, આ નોકરીઓ કવોલિટી ચેક, વેબ ડેવલોપમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, ઓપરેશન, સ્ટુડિયો એન્ડ ફોટોગ્રાફી, મશીન લર્નિંગ, સપ્લાય ચેન, કન્ટેન્ટ ડેવલોપમેન્ટ જેવા ફિલ્ડમાં નોકરીઓ છે. રિપોર્ટ અનુસાર કંપનીએ વર્ષ 2018 અંત સુધીમાં ભારતમાં 60,000 લોકોને સીધી નોકરીઓ આપી છે. આ નોકરીઓના સ્થાન વિશે જેટલી જાણકારી મળી છે તેના અનુસાર વધારે નોકરીઓ બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં છે.

આ પણ વાંચો: Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા

આ નોકરીઓ માટે હાયરિંગ ક્યારે થશે તેના વિશે કોઈ પણ માહિતી નથી મળી શકી. એમેઝોન પ્રવક્તા અનુસાર ભારતમાં પ્રતિભાની કોઈ જ ખોટ નથી, એટલા માટે ભારત એમેઝોન માટે એક મજબૂત સ્થાન છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ ભારત સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલી એફડીઆઈ નીતિઓને આધારે અમેઝોને ભારતમાં વેપાર કરવા માટે ઘણા બદલાવ કર્યા છે.

English summary
Amazon to hire 1300 in India, highest in Pacific-Asia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X