For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમેઝોન હવે બિગ બજારને ખરીદશે, 2500 કરોડમાં ડીલ થશે

દેશ વિદેશમાં મજબૂત માર્કેટ જમાવનાર ઈ-કોમર્સ કંપની એમેઝોન હાલમાં ખુબ જ સફળતાપૂર્વક વેપાર કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશ વિદેશમાં મજબૂત માર્કેટ જમાવનાર ઈ-કોમર્સ કંપની એમેઝોન હાલમાં ખુબ જ સફળતાપૂર્વક વેપાર કરી રહી છે. એમેઝોન દેશની પ્રમુખ રિટેલ કંપની બિગ બજારમાં હિસ્સો ખરીદવા જઈ રહી છે. આ હિસ્સેદારી પછી અમેઝોનને દેશના રિટેલ સેક્ટરમાં પણ પ્રવેશ કરવાનો ચાન્સ મળી જશે.

big bazaar

9.5 ટકાનો હિસ્સો ખરીદશે

કિશોર બિયાનીની કંપની ફ્યુચર ગ્રૂપના આખા દેશમાં 1100 સ્ટોર છે. એમેઝોન તેનો 9.5 ટકા હિસ્સો ખરીદવા માટે 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડિલની જાહેરાત 14 નવેમ્બરે થશે.

આ પણ વાંચો: રોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો

એમેઝોન આ રોકાણ ઘ્વારા પોતાની નફો વધારવા માંગે છે. તેની સાથે સાથે તેઓ પોતાના ગ્રોસરી વેપારને પણ વધારવા માંગે છે. જેના માટે હાલમાં વિદેશી કંપનીઓ સીધી રીતે ફૂડ રિટેલ સેક્ટરમાં પ્રવેશ નથી કરી શકતી. કંપનીઓને પોતાનો ગ્રોસરી વેપાર વધારવા માટે ફક્ત ભારતમાં તૈયાર થતા ખાદ્ય ઉત્પાદનો વેચવાની પરવાનગી હશે.

આ પણ વાંચો: અનિલ અંબાણીની કંપનીઓ થઇ રહી કંગાળ, માત્ર 19 કરોડ રૂપિયા બચ્યા

આપને જણાવી દઈએ કે કિશોર બિયાનીએ વર્ષની શરૂઆતમાં જ એમેઝોન માલિક જેફ બેઝોસ સાથે અમેરિકામાં મુલાકાત કરી હતી. અમેઝોનને પણ ભારત સરકાર તરફથી ગ્રોસરી અને ફૂડ સ્ટોર ખોલવા માટે પરમિશન મળી ચુકી છે. બંને કંપનીના માલિકોએ પાર્ટનરશીપ અને સ્ટેક સેલ મુદ્દે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: બાબા રામદેવનો કપડાનો શોરૂમ લોન્ચ, પતંજલિ જીન્સ ખરીદી શકશો

English summary
Amazon Will Buy Big Bazaar Now Deal Will Be In 2500 Million
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X