For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણી નવા કોમર્સ પ્લેટફોર્મને ગુજરાતથી શરુ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં તેમના રોકાણને 3 લાખથી વધારી બમણી કરશે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં તેમના રોકાણને 3 લાખથી વધારી બમણી કરશે. આગામી 10 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સિવાય રિલાયન્સ બે લાખ નોકરીની તકો પણ ઉત્પન્ન કરશે. એ વાતની પણ જાણકારી આપી છે કે જિયો નેટવર્ક 5 જી તૈયાર છે.

vibrant gujarat 2019

અંબાણીના જણાવ્યા મુજબ જિયો અને રિલાયન્સ રિટેલ તેમના યુનિટ કોમર્સ પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ કરશે. આમાં ગુજરાતના 12 લાખ નાના અને મોટા રિટેલરો અને દુકાનદારો જોડાશે.

અંબાણીએ સમિટમાં જણાવ્યું હતું કે ગુજરાતની પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાં આજે 5000 વિદ્યાર્થીઓ છે. તે ગુજરાતની ટૉપ યુનિવર્સિટીઓમાંની એક છે. અંબાણીના જણાવ્યા મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન આ યુનિવર્સિટીમાં 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

મુકેશ અંબાણીએ એકવાર ફરીથી ભારતમાં ડેટા સ્ટોર કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે આપણે ડેટા કોલોનાઈઝેશનની વિરુદ્ધ નવું અભિયાન શરૂ કરવું પડશે.

આ નવી દુનિયામાં ડેટા નવું તેલ છે અને ડેટા એ નવી મિલકત છે. તેમણે કહ્યું કે ભારતનો ડેટા ભારતીય લોકો પાસે જ હોવો જોઈએ. તે માત્ર ભારતીયો દ્વારા નિયંત્રિત થવું જોઈએ. આ પર ગ્લોબલ કોર્પોરેશન દ્વારા નિયંત્રિત થવું જોઈએ નહીં. તેઓ કહે છે કે ભારતીયોનો ડેટા ભારતને ફરીથી નિયંત્રિત કરવો જ જોઇએ.

English summary
Ambani To Start New Commerce Platform In Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X