• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકા સૌથી વધુ તેલ ઉત્પાદન કરતો દેશ બનશે

|

લંડન, 25 ઑક્ટોબર : આવનારા થોડા સમયમાં અમેરિકા વિશ્વમાં સૌને પાછળ પાડી સૌથી વધારે તેલ ઉત્પાદક દેશ બની જશે. ન્યુઝપેપર ડેઇલી મેલના એક અહેવાલ અનુસાર તેલની વધતી કિંમત અને ખોદકામની નવી રીતને કારણે અમેરિકા વર્ષ 1951 બાદ એક વર્ષની અંદર સૌથી વધારે કાચા તેલનું ઉત્પાદન કરવા જઇ રહ્યું છે. સતત ચોથા વર્ષે તેના તેલ ઉત્પાદનના વૃધ્ધિદરમાં વધારો થઇ રહ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે જો ઘરેલુ ખોદકામમાં વધારો થશે તો અમેરિકા ટૂંક સમયમાં રશિયા અને સાઉદી અરબમાં પાછળ છોડી દેશે. આવનારા દાયકામાં નવા મધ્યપૂર્વના સ્વરૂપમાં આગળ આવી શકે છે. આ વર્ષે સાત ટકાના વૃધ્ધિદર સાથે પ્રતિ દિવસ સરેરાશ 1.09 કરોડ બેરલ તેલનું ઉત્પાદન થવાની શક્યતા છે.

આ અંગે ઉર્જા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આવતા વર્ષે ઉત્પાદન વધીને 1.14 કરોડ બેરલ થઇ જશે. વર્તમાનમાં સાઉદી અરબ 1.16 કરોડ બેરલ તેલનું ઉત્પાદન કરે છે. આમ છતાં તેલના મૂલ્યમાં ઘટાડો નહીં થાય કારણ કે વિકાસશીલ દેશમાં કાચા તેલની માંગ વધી છે.

English summary
America will be the largest oil producing country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X