ભારતની ચા અમેરિકામાં વેચી કરોડપતિ બની આ મહિલા

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં ચા માટે દિવાનગી જોવા મળી જ રહી છે પરંતુ ધીરે ધીરે હવે આ પીણું બહાર પણ પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે. કોફી પસંદ કરનાર દેશ અમેરિકામાં પણ હવે ચા પસંદ કરવામાં આવી રહી છે. એક મહિલા તેને વેચીને કરોડપતિ બની ચુકી છે. અમેરિકામાં રહેનાર બ્રુક એડી ભારતની દેશી ચા પોતાના દેશમાં વેચીને ધૂમ કમાણી કરી રહી છે. તેની કંપની "ભક્તિ ચાઇ" બ્રાન્ડ વેલ્યુ 45 કરોડ જેટલી છે.

success story

અમેરિકા કોલારાડોમાં રહેનાર બ્રુક એડી ચાનો બિઝનેસ કરે છે. તેને અમેરિકાનો ચાઇ વાલા પણ કહેવામાં આવે છે. બ્રુક વર્ષ 2002 દરમિયાન ભારત આવી હતી ત્યારે તેને પહેલી વાર ચા ટેસ્ટ કરી હતી. ત્યારપછી તેઓ આ સ્વાદ બધી જ જગ્યા પર શોધતી રહી. કોલારાડો પહોંચ્યા પછી પણ તેઓ દરેક જગ્યા પર ચા શોધતા રહ્યા પરંતુ તેમને ભારત જેવો સ્વાદ મળ્યો નહીં. ત્યારપછી તેઓ જાતે જ ચા બનાવવા લાગ્યા. વર્ષ 2006 દરમિયાન તેમને પોતાની કારમાં ચા વેચવાનું ચાલુ કર્યું. તેઓ ચા બનાવી પોતાની કારમાં તેને રાખતી અને જગ્યા જગ્યા પર જઈને તેને વેચતી.

વર્ષ 2007 દરમિયાન તેમને પોતાની કંપની માટે એક વેબસાઈટ બનાવી જેથી વધારે લોકો જોડાઈ શકે. એક વર્ષ પછી તેમને પોતાના બિઝનેસ માટે નોકરી છોડી દીધી. ધીરે ધીરે કંપની વધવા લાગી અને એક વર્ષની અંદર તેમને સારું નિર્વેશ પણ મળી ગયું. આજે બ્રુકની કંપની "ભક્તિ ચાઇ" ની કિંમત 45 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2014 દરમિયાન તેઓ Entrepreneur Magazine ના 'Entrepreneur of the Year' એવોર્ડ રેસમાં ટોપ 5 પ્રતિયોગીમાં એક હતી.

Spice up your weekend 💃

A post shared by Bhakti Chai (@bhaktifans) on Mar 16, 2018 at 3:28pm PDT

English summary
American woman becomes millionaire selling india most loved drink chai in the us

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.