For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં એન્ડ્રોઇડ ફોન પર પ્રતિબંધ મૂકાશે : કપિલ સિબ્બલ

|
Google Oneindia Gujarati News

android-phones
નવી દિલ્હી, 11 જુલાઇ : ભારતમાં આગામી સમયમાં એન્ડ્રોઇડ ફોન પર પ્રતિબંધ મુકી દેવામાં આવે એવી શક્યતાઓ ઉભી થઇ છે. આ અંગે ભારતના ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલનું કહેવું છે કે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર બનેલા ફોન બાળકો માટે યોગ્ય નથી. આ કારણે સરકાર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલા ફોન પર ભારતમાં પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે.

ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો દેશ અને વિદેશની મોબાઇલ ઉત્પાદક કંપનીઓ પર મોટો પ્રભાવ પડશે. કારણ કે વર્તમાન સમયમાં મોટા ભાગના સ્માર્ટ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. ભારતમાં એન્ડ્રોઇડ આધારિત ફોનના વપરાશનું ચલણ વધ્યું છે.

કપિલ સિબ્બલે 31 જુલાઇ પહેલા વિલય અને અધિગ્રહણ અંગે ગાઇડલાઇન્સ રજૂ કરવાની વાત પણ કરી છે. બીજી તરફ સરકારે સ્પેક્ટ્રમ લીલામી માટે ટ્રાઇ પાસે બેઝ પ્રાઇસ અંગે સલાહ માંગી છે. કપિલ સિબ્બલે આશ્વાસન આપ્યું છે કે ટ્રાઇ 90 દિવસની અંદર બેઝ પ્રાઇઝ અંગે પોતાનું સૂચન આપી દેશે.

English summary
Android phone may get banned in India : Kapil Sibbal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X