એપલ 15 હજારમાં લોન્ચ કરશે સૌથી સસ્તો આઇફોન 4
એપલે ભારતમાં પોતાના આઇફોન 4ની સેલિંગ વધારવા માટે એક નવી તરીકો અપનાવવાનું વિચાર્યું છે. કંપની ભારતમાં આઇફોન 4ના 8 જીબી મોડલને 15 હજાર રૂપિયામાં રીલોન્ચ કરશે. તેનાથી કંપની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ચલાનારા અનેક સ્માર્ટફોનને ટક્કર આપશે. ઉપભોક્તાને આઇફોન 4 બોય બેક ઓફરમાં અને ઇએમઆઇ થકી મળશે.
કંપનીએ અધિકૃત રીતે હજુ આઇફોન 4 રીલોન્ચની કોઇ જાહેરાત કરી નથી, પરંતુ ભારતમા એપલના ચાર ટ્રેડ પાર્ટનર્સે નામ નહીં જાહેર કરવાની શરતે આ ખુલાસો કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે, 15 હજાર રૂપિયામાં કંપની આઇફોન 4 લાવી રહી છે. અમે તમને જણાવી દઇએ કે આઇફોન 4 જ્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત રૂપિયા 26,500 રૂપિયા હતી.
એપલ આઇફોન 4નું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ રીલોન્ચ બાદ બની શકે છે, એપલ ખાસ કરીને ભારત માટે આઇફોન 4નું પ્રોડક્શન કરશે. 15 હજાર રૂપિયામાં આઇફોન 4ના સમાચારથી બીજી સ્માર્ટફોન કંપનીઓને ઝટકો પહોંચ્યો છે, કારણ કે 10 હજારથી 15 હજાર રૂપિયાના સ્માર્ટફોનની માંગ ભારતમાં સૌથી વધારે છે, તો ચાલો આઇફોન 4ના ફીચર પર એક નજર ફેરવીએ.

આઇફોન 4 ફીચર
આઇફોન 4માં 3.5 ઇન્ચની કેપેસિટિવ ટચ સ્ક્રીન આપવામાં આવી છે, જે 960x640 રીઝોલ્યુશન સપોર્ટ કરી છે. તેની ટચ ઘણી સ્મૂથ છે.

સ્લીક બૉડી
ફોનમાં ફ્રન્ટ અને બેકમાં ગ્લાસ બૉડી આપવામાં આવી છે, જે તેને સ્મૂથ ફિનિશ લૂક આપે છે.

બેટરી બેક અપ
આઇફોન 4માં લાગેલી લીથિયમ ઓયન બેટરી 840 મીનિટ ટોક ટાઇમ અને 300 કલાકનો સ્ટેન્ડબોય ટાઇમ આપે છે.

ફાસ્ટ પ્રોસેસર
આઇફોન 4માં આઇઓએસ 5.1 ઓએસ આપવામાં આવ્યું છે. જેને અપગ્રેડ કરી શકાય છે. ફાસ્ટ પ્રોસેસિંગ માટે તેમા એ4 ચિપસેટ આફવામાં આવી છે, જે 1 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ એ8 પ્રોસેસર સાથે ફાસ્ટ સ્પીડ આપે છે.

કેમેરા ફીચર
આઇફોન 4માં પાંચ મેગા પિક્સલ કેમેરા અને વીડિયો કોલિંગ માટે 0.3 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા લાગેલો છે. જે 720 પિક્સલ સપોર્ટ વીડિયો રેકોર્ડિંગ કરે છે.