For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્પલ મોટી સ્ક્રીનવાળો આઇફોન 6 લોન્ચ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર : એપ્પલ ટૂંક સમયમાં પોતાનો નવો હેન્ડસેટ આઇફોન 6 લોન્ચ કરવા જઇ રહી છે. આ અંગે આવી રહેલા અહેવાલો અનુસાર આઇફોન 6નો ડિસ્પ્લે એપ્પલના બાકી હેન્ડસેટ્સની તુલનામાં ઘણો મોટો હશે. માનવામાં આવે છે કે સેમસંગના મોટા ડિસપ્લેવાળા ફોનને ધ્યાનમાં રાખીને એપ્પલ આઇફોન 6ને 4.8 ઇંચના સ્ક્રીન સાથે માર્કેટમાં લોન્ચ કરવાની સ્ટ્રેટેજી છે.

વર્તમાન સમયમાં થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલા આઇફોન 5સી અને 5એસ 4 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન ધરાવે છે. ટેકનોલોજીને દ્રષ્ટિએ આ ફોનની સૌથી મોટી ખાસિયત હશે વાયરલેસ ચાર્જિંગ ટેકનિક અને ફ્લેક્સિબલ ડિસ્પ્લે. જો કે એપ્પલની હરીફ સેમસંગે તાજેતરમાં ફ્લેક્સિબલ ડિસ્પ્લેવાળો ફોન લોન્ચ કર્યો છે.

civilserviceguide

નવો આઇફોન 6 નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેકનિકવાળો હશે. એનએફસી સારા રેડિયો કોમ્યુનિકેશન માટે સ્માર્ટ ફોનમાં આપવામાં આવતી ટેકનોલોજી છે. ફોનમાં એક્સપાન્ડેબલ મેમરીની સુવિધા પણ હશે.

એપ્પલ આ ફોનના લોન્ચિંગ પહેલા પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમને પણ લોન્ચ કરશે. આ ફોન આવતા વર્ષે એટલે કે જુલાઇ 2014ની આસપાસ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આવતા વર્ષે કંપની આઇવોચ અને ટીવી પણ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે.

English summary
Apple will launch iphone 6 with big screen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X