For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રીતે મળે છે પેટ્રોલ પંપની ડીલરશિપ, થશે લાખોની કમાણી

દેશમાં પેટ્રોલ પમ્પનો વેપાર એક એવો બિઝનેસ છે, જેમાં હંમેશા ફાયદો જ થાય છે. દેશમાં સરકારીથી લઈને ખાનગી પેટ્રોલિયમ કંપનીઓ પંપ ખોલવા માટે ડીલર શિપ આપે છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં પેટ્રોલ પમ્પનો વેપાર એક એવો બિઝનેસ છે, જેમાં હંમેશા ફાયદો જ થાય છે. દેશમાં સરકારીથી લઈને ખાનગી પેટ્રોલિયમ કંપનીઓ પંપ ખોલવા માટે ડીલર શિપ આપે છે. આ કંપનીઓમાં એસ્સાર ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શેલ જેવી કંપનીઓ સામેલ છે. આ વેપારમાં મહિને લાખોની કમાણી થાય છે. તો જાણીએ કેવી રીતે શરૂ કરી શકો છો પેટ્રોલ પમ્પનો વેપાર.

પેટ્રોલ પમ્પ ખોલવા માટે શું કરશો

પેટ્રોલ પમ્પ ખોલવા માટે શું કરશો

પેટ્રોલિયમ કંપનીઓ જેમ કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, રિલાયન્સ પેટ્રોલિયમ જેવી કંપનીઓ પેટ્રોલ પમ્પ કોલવા માટે સમયાંતરે જાહેરાત આપતી રહે છે. તમે ગામડામાં હો કે શહેરમાં જો તમારી પાસે પેટ્રોલ પમ્પ ખોલવા માટે જગ્યા છે તો તમને લાયસન્સ સરળતાથી મળી શકે છે.

પેટ્રોલ પમ્પ ખોલવા માટે ચેક કરો વેબસાઈટ

પેટ્રોલ પમ્પ ખોલવા માટે ચેક કરો વેબસાઈટ

પેટ્રોલ પમ્પ ખોલવા માટે સૌથી પહેલા તમારે જાહેરાત જોવી પડશે, કારણ કે પેટ્રોલિયમ કંપનીઓ પેપરમાં અને પોતાની વેબસાઈટ પર જાહેરાત આપતી રહે છે. તેમાં તેઓ જણાવે છે કે ક્યાં પેટ્રોલ પમ્પ ખોલવાનુ છે. જ્યારે તમારા વિસ્તાર માટે જાહેરત આવે કે તે તરત જ અરજી કરો. જો આ માહિતી જાહેરાતથી ન મળે તો પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઈટ ચેક કરી શકો છો. ખાનગી કંપનીઓમાં ગમે ત્યારે પેટ્રોલ પંપ માટે અરજી કરી શકાય છે.

પેટ્રોલ પમ્પ માટે યોગ્યતા

પેટ્રોલ પમ્પ માટે યોગ્યતા

પેટ્રોલ પમ્પનું લાઈસન્સ લેનારની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, સાથે જ10મુ ધોરણ પાસ હોવું પણ જરૂરી છે.

આ પણ છે જરૂરી

આ પણ છે જરૂરી

1. તમારી જમીન સ્ટે હાઈવે અને નેશનલ હાઈવે પર છે તો પેટ્રોલ પમ્પ માટે 1200 સ્કવેર મીટરથી લઈને 1600 સ્કવેર મીટર જમીન જોઈશે, પરંતુ જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો છો તો ઓછામાં ઓછી 800 સ્ક્વેર મીટર જમીન હોવી જરૂરી છે.

2. જો તમે પેટ્રોલ પમ્પ ખોલવા ઈચ્છો છો તો તમારે 15 લાખથી લઈને 30 લાખનું રોકાણ કરવું પડશે.

3. જે જમીન પર પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો તેના દસ્તાવેજ બરાબર હોવા જરૂરી છે. સાથે જતમારી જમીનનું ટાઈટલ અને એડ્રેસ પણ લખેલું હોવું જરૂરી છે.

4. જે જમીન પર તમે પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો તે જમીન જો ખેતીલાયક છે તો તમારે તેને એનએ કરાવવી પડશે

5. જો જમીન તમારી નથી તો તમારે જમીન માલિક પાસેથી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે.

6. જો જમીન લીઝ પર લીધી છે, તો લીઝ એગ્રીમેન્ટ હોવા જરૂરી છે. જો તમે જમીન ખરીદી છે તો તમારી પાસે રજિસ્ટર્ડ સેલ ડીડ હોવા જરૂરી છે.

આ રીતે કરો અરજી

આ રીતે કરો અરજી

હિન્દુસ્તાન પેટ્રોલિયમ

1. સૌથી પહેલા તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમની વેબસાઈટ ઓપન કરો. જેવી તમે વેબસાઈટ ખોલશો કે નીચે 3 ઓપ્શન દેખાશે, જેમાં સૌથી ઉપરનું ઓપ્શન તમને વેન્ડર રજિસ્ટ્રેશનનું દેખાશે. તમારે તેના પર ક્લિક કરવાનું છે, જે બાદ એક ફોર્મ ખુલશે. આ ફોર્મ ભરવું પડશે.

2. ફોર્મમાં સૌથી પહેલા તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ ભરો. બાદમાં તમારું ઈમેઈલ આઈડી નાખો. પછી તમારું પેન કાર્ડ નંબર અને ડેટ ઓફ બર્થ ભરો. બાદમાં તમારે તમારું રાજ્ય અને જિલ્લાની માહિતી આપવી પડસે.

3. તમે ઈચ્છો તો હિન્દુસ્તાન પેટ્રોલિયમના ટોલ ફ્રી નંબર 18002333555 પર કૉલ કરીને પણ માહિતી મેળવી શકો છો.

ભારત પેટ્રોલિયમ

ભારત પેટ્રોલિયમ

1) ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ માટે પણ તમારે પહેલા અરજી કરવી પડશે. જે રીતે તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ માટે યુઝર નેમ અને પાસવર્ડ બનાવ્યો હતો ,તેવી જ રીતે ભારત પેટ્રોલિયમ માટે પણ બનાવો. જેનાથી તમે ફોર્મ ભરી શક્શો.

2) સૌથી પહેલા તમારે આ જણાવવું પડશે કે તમે પેટ્રોલ પંપ પાર્ટનરશિપમાં ખોલવા ઈચ્છો છો કે પછી એકલા. બાદમાં તમારે તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ ભરવું પડશે. બાદમાં ઈમેઈલ આઈડી, પાસવર્ડ અને કન્ફર્મ કરવા માટે બીજી વાર પાસવર્ડ આપવો પડશે.

3) બાદમાં તમારે એક સિક્યોરિટી ક્વેશ્ચન પસંદ કરવો પડશે. જેનો જવાબ નીચે જ ભરવાનો છે. બાદમાં તમે તમારો મોબાઈલ નંબર નાખીને રજિસ્ટર પર ક્લિક કરો.

4) જેવું તમે રજિસ્ટર પર ક્લિક કરશો કે તરત જ તમારા ઈમેઈલ આડી પર યુઝરનેમ અને પાસ વર્ડ આપશે. આ જ યુઝરનેમ પાસવર્ડનો તમારે યુઝ કરીને કેપ્ચા કોડ ભરવાનો છે અને લોગ ઈન પણ કરવું પડશે. જેવા તમે લોગ ઈન પર ક્લિક કરશો કે તરત જતમને એપ્લિકેશનનું ફોર્મ દેખાશે. બસ આ ફોર્મ તમારે હિન્દુસ્તાન પેટ્રોલિયમના ફોર્મની જેમ જ ભરવાનું છે.

એસ્સાર ઓઈલ

એસ્સાર ઓઈલ

એસ્સાર ઓઈલ કંપનીના પેટ્રોલ પંપ માટે અરજી કરવા સૌથી પહેલા તમારે કંપનીની વેબસાઈટ Essaroilco.in પર જવું પડશે. જેમાં તમને becoe a franchiseનો ઓપ્શન દેખાશે. અહીંથી ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમે અરજી કરી શકો છો. તમે ઈચ્છો તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે મેનું માં જઈને ફ્રેન્ચાઈઝ ઓપ્શન પર જાવ. અહીં ક્લિક કરીને ઓનલાઈન ઓપ્શન પર જઈ અપ્લાય કરો.

કંપની કરશે તમારા દાવાની તપાસ

કંપની કરશે તમારા દાવાની તપાસ

તમે અરજી કર્યા બાદ કંપની તમે આપેલી જગ્યાનું નિરીક્ષણ કરે છે અને બાદમાં જો જગ્યા યોગ્ય હો તો 1 મહિનામાં તમને ડીલરશિપની ઓફર આપે છે.

પેટ્રોલમાં કેટલો છે નફો

પેટ્રોલમાં કેટલો છે નફો

પેટ્રોલ પંપમાં તમામ ખર્ચા હટાવીને 1 લિટર પર 2થી 3 રૂપિયા બચે છે. જો એક દિવસમાં 4થી 5 હજાર લિટર પેટ્રોલ વેચાય તો તમે રોજ સરેરાશ 10 હજારની કમાણી કરી શકો છો. એટલે કે મહિને 3 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

ડીઝલમાં કેટલો નફો

ડીઝલમાં કેટલો નફો

પેટ્રોલ પંપ દ્વારા તમે જો દિવસમાં 4થી 5 હજાર લિટર ડીઝલ વેચો તો આટલી જ કમાણી તમને થઈ શકે છે. આ રીતે પેટ્રોલ પંપનો વેપાર સારો બિઝનેસ છે. પરંતુ તેને શરૂ કરવા માટે મોટું રોકાણ કરવું પડે છે. જો કે આ રોકાણ બાદ સારા એવા પૈસા કમાવાની તક છે.

પેટ્રોલ પંપ માટે લોન

પેટ્રોલ પંપ માટે લોન

પેટ્રોલ પંપ ખોલવા અને તેનો વિસ્તાર કરવા માટે તમને બેન્ક પાસેથી લોન પણ લઈ શકો છો. મોટા ભાગના પેટ્રોલ પંપ હવે રેસ્ટોરન્ટ જેવી સુવિધા પણ આપે છે. એટલે તેના વિસ્તાર માટે પણ તમે લોન લઈ શકો છો. પેટ્રોલ પંપ ખોલવામાં કેટલો ખર્ચો થશે તે જગ્યા પર આધાર રાખે છે. જો તે અર્બન વિસ્તાર હોય તો ખર્ચ તેના જેવો હશે, જો મેટ્રોપોલિટન એરિયા હોય તો ખર્ચ તેવો થશે. એક પેટ્રોલ પંપ ગામડામાં ખોલવો સસ્તો છે. જો તમારી પાસે 15-20 લાખ રૂપિયા ખર્ચવાની તાકાત છે તો તમે આ શરૂ કરી શકો છો. મેટ્રોપોલિટન વિસ્તારમાં આ બિઝનેશ શરૂ કરવા માટે 25-30 લાખનું રોકાણ જરૂરી છે.

English summary
how to apply for petrol pump dealership in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X