For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર ઇન્શ્યોરન્સમાં રાઇડર માટેની ચૂકવણી કેટલી યોગ્ય?

|
Google Oneindia Gujarati News

દ્રશ્ય 1 : આપને ઓફિસ પહોંચવામાં મોડું થઇ રહ્યું છે અને પાર્કિંગ સ્પેસમાં પાણી ભરાઇ ગયું છે. આપ ગમે તેમ કરીને કાર સુધી પહોંચો છો, પણ કાર સ્ટાર થઇ રહી નથી. કારણ કે પાણી એન્જીનમાં ભરાઇ ગયું છે અને એન્જીનને નુકસાન પહોંચ્યું છે.

દ્રશ્ય 2 : તમે હાઇવે પર કાર ચલાવી રહ્યો છો અને કાર બ્રેકડાઉન થઇ જાય છે. ગાડી બગડી છે તેની આસ પાસ કોઇ ગેરેજ નથી અને શહેર હજી 10 કિલોમીટર દૂર છે. તમે શું કરશો? મદદ મેળવવા કોને ફોન કરશો?

આપને શું લાગે છે? આવી તકલીફ ભોગવનારાઓ કેટલા હશે? અનેક લોકો આવી કે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા હશે. હવે આપને એમ લાગે છે કે પહેલી સમસ્યામાં ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકાય? જવાબ એ છે કે ગમે તેટલો ભાર મૂકો જવાબ છે ના. વીમા કંપનીઓ મોટા ભાગે એન્જીનીની ખરાબીને ઓટો ઇન્શ્યોરન્સમાં કરવર કરતા નથી.

આપ પહેલી સ્થિતિ છે એવી અથવા તેના જેવી અન્ય કોઇ પણ સ્થિતિમાં પહોંચશો તો તેમાં નુકસાન પામેલા એન્જીનમાં કોઇ આપને મદદ કરતું નથી. આપને થયેલા હજારોને ખર્ચા સામે વીમા કંપનીઓ આપને વળતર ના આપે ત્યારે આપે શું કરવું તે પ્રશ્ન ઉભો થાય છે. આ બાબત ચિંતિત કરનારી છે.

તો આપને જણાવી દઇએ કે આપે વધારે ચિંતિત બનવાની જરૂર નથી. અહીં રાઇડર્સ આપની મદદે આવશે. આપે રાઇડર્સ લેવાની જરૂર છે. તે આપને બેઝિક વીમા કવરના લાભ સામે થોડી કિંમત ચૂકવીને આપને લાભ આપી શકે છે. આ રાઇડર કોઇ પણ સ્થિતિમાં આપની કારના એન્જીન બગડવાના દાવાની ચૂકવણી કરે છે.

હવે બીજા દ્રશ્યની વાત કરીએ. આ સ્થિતિમાં રાઇડર 24X7 આપની મદદ માટે તૈયાર રહે છે. જે અંતર્ગત આપે માત્ર એક ફોન કોલ કરવાનો છે. વીમા કંપની આપને ગમે તે સમયે ગમે તે સ્થળે શક્ય તેટલી ઝડપથી મદદ કરવા માટે તૈયાર રહે છે. આ વિચાર આપને કેવો લાગ્યો? આ સિવાયની પણ અન્ય રાઇડર ડિઝાઇન્સ છે જે આપને આપની કારના રક્ષણ માટે મળે છે. તેને એક પછી એક જોઇએ...

અવમૂલ્યન સામે રક્ષણ આપતો રાઇડર

અવમૂલ્યન સામે રક્ષણ આપતો રાઇડર


જ્યારે કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચે છે અને દાવો ઉભો થાય છે, ત્યારે વીમા કંપની કારના વિવિધ પાર્ટ્સના મૂલ્યોના અવમૂલ્યન સામે દાવો ચૂકવે છે. મેટેલિક પાર્ટનું અવમૂલ્યન કાર ખરીદીના છ મહિના પછી અમલમાં આવે છે. જ્યારે પ્લાસ્ટિકના ભાગો કાર ખરીદીના બીજા દિવસથી જ 50 ટકા ઘટાડેલા મૂલ્ય સાથે આવે છે. કાર ખરીદીના સમયને આધારે કારના અવમૂલ્યનનો ગ્રાફ દર્શાવવામાં આવે છે. કાર અવમૂલ્યન રક્ષણ રાઇડરની મદદથી આપ અવમૂલ્યનની ડર વગર વાસ્તવિક ક્લેમ કરી શકો છો.

સ્ટોપ ગેપ રાઇડર

સ્ટોપ ગેપ રાઇડર


જ્યારે આપની કાર ખરાબ રીતે નુકસાન પામી હોય અને રિપેરિંગમાં જઇ રહી હોય, ત્યારે ઘણીવાર આપની કારને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં લાવવામાં મહિનાઓ નીકળી જાય છે. આ સમયગાળા દરમિયાન તમે કેવી રીતે મુસાફરી કરશો તેવો પ્રશ્ન ઉભો થાય. ત્યારે એમ થાય કે કાર ભાડે મળે તો તમામ પ્રશ્નો ઉકેલાઇ જાય. જો કે ભાડે કાર લેવા જાવ તો આ માટે તમારે ભાડું ચૂકવવું પડે છે. આવા સમયે સ્ટોપ ગેપ રાઇડર આપની કાર જેટલા સમય માટે રિપેરિંગમાં જાય છે તેટલા સમય માટેને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઉપાડે છે.

ઓલ્ડ ફોર ન્યુ રાઇડર

ઓલ્ડ ફોર ન્યુ રાઇડર


જો આપની કાર ખરાબ રીતે બળી ગઇ હોય અથવા નુકસાન પામી હોય અને રિપેરિંગ કરવાની શક્યતા નહીંવત હોય ત્યારે ઓલ્ડ ફોર ન્યુ રાઇડર આપની જુની કારને બદલે તે જ બનાવટની, મોડેલની અને રંગની નવી કાર આપશે.

ફાઇન પ્રિન્ટમાં હોય છે રાઇડર્સની વાત

ફાઇન પ્રિન્ટમાં હોય છે રાઇડર્સની વાત


સામાન્ય રીતે આપણે પોલિસી ખરીદતા સમયે ફાઇનપ્રિન્ટ વાંચતા નથી. તેની ટર્મ અને કન્ડિશન્સમાં વિવિધ શરતોના આધારે દાવાઓ કેવી રીતે માંડી શકાય તેની વિગતો હોય છે. સામાન્ય રીતે આપણે તે વાંચતા નહીં હોવાથી વીમા કંપનીઓને ફાયદો થતો હોય છે. રાઇડર્સ આવી સ્થિતિમાં મદદ કરી શકે છે. તેના કારણે પ્રિમિયમની રકમ વધી જાય છે પણ તેની સામે મોટો ફાયદો મળી શકે છે.

English summary
Are car insurance riders worth paying for?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X