7th Pay Commission: આ કર્મચારીઓને દિવાળી ભેટ મળી, 17 ટકા ડીએ સાથે પગારમાં વધારો
નવી દિલ્હીઃ દિવાળીમાં કેન્દ્ર સરકારે આ કર્મચારીઓના પગાર વધારાની ભેટ આપી છે. સરકારે સેનાના જવાનો અને ઑફિસરને દિવાળીની ભેટ આપી છે. તેમને હવે 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. સરકારે સેનાના જવાનો અને ઑફિસરોના મોંઘવારી ભથ્થામાં વધારાનું એલાન કર્યું છે. સરકારે સેનાના જવાનો અને ઑફિસરોના મોંઘવારી ભથ્થામાં 5 ટકા વધારો કર્યો છે. સરકારે સૈન્ય ઑફિસરના પગારમાં વધારો કર્યો છે. સરકારના ફેસલાથી સેનાના જવાનોનો પગાર હવે વધી જશે.
સરકારે સેનાના જવાનો અને ઑફિસરોના પગારમાં 5 ટકાના વધારાનો ફેસલો કર્યો છે. આ વધારા બાદ સેનાના અધિકારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે. આ પગાર વધારો 1 જુલાઈ 2019થી લાગુ થશે. સરકારના ફેસલા બાદ તમામ વિભાગોને વધેલ ડીએ કર્મચારીઓને આપવાના આદેશ જાહેર કર્યા છે. કેટલાક રાજ્ય પોતાના સ્તર પર સેલેરી જલદી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ વધારામાં ડીએનું એરિયર, બોનસની રકમ અને સેલેરી સામેલ હશે. હવે સેનાના જવાનોને 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. સરકારે હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ 5 ટકા વધારો કર્યો. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 5 ટકા વધારો કર્યો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
શાહરુખને નકલી મુસ્લિમ કહેવા પર ટ્રોલર્સ પર ભડકી શબાના, કહ્યું- ઈસ્લામ આટલો કમજોર નથી