બજેટ સ્પીચ શરૂ થતાં જ સેન્સેક્સમાં ઉછાળો, આટલા પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ!
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : બજેટ રજૂ થતાની સાથે જ શેરબજારને પાંખો લાગી છે. બપોરે જ્યાં નિફ્ટી 238.90ના વધારા સાથે 17578.70 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે તો સેન્સેક્સ 871.23 પોઇન્ટના વધારા સાથે 58885.40 પોઇન્ટના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આ પહેલા શેરબજાર તેજી ખુલ્યું હતું. આજે BSE સેન્સેક્સ લગભગ 658.69 પોઈન્ટ વધીને 58672.86 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 192.50 પોઈન્ટના વધારા સાથે 17532.30 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. આજે BSEમાં કુલ 1,582 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી 1,107 શેરમાં વધારો તો 404 શેરમાં ઘટાડો નોંધાયો હતો. 71 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 80 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 4 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સવારથી 154 શેરમાં અપર સર્કિટ અને 147 શેરમાં લોઅર સર્કિટ છે.

નિફ્ટી ટોપ ગેઇનર્સ
- ICICI બેન્કનો શેર રૂ. 18 વધીને રૂ. 806.85 પર ખૂલ્યો હતો.
- બ્રિટાનિયાનો શેર રૂ. 70 વધીને રૂ. 3,605.30 પર ખૂલ્યો હતો.
- ઇન્ફોસિસનો શેર રૂ. 33 વધીને રૂ. 1,775.00 પર ખૂલ્યો હતો.
- ઈન્ડસઈન્ડ બેંકનો શેર રૂ. 15 વધીને રૂ. 888.00 પર ખૂલ્યો હતો.
- સન ફાર્માનો શેર રૂ. 14ના વધારા સાથે રૂ. 852.20 પર ખૂલ્યો હતો.

નિફ્ટીના ટોપ લુઝર્સ
- BPCLનો શેર રૂ. 13ના ઘટાડા સાથે રૂ. 395.00ના સ્તરે ખૂલ્યો હતો.
- IOCનો શેર લગભગ રૂ. 4 ઘટીને રૂ. 126.00 પર ખુલ્યો હતો.
- ટાટા મોટર્સનો શેર રૂ. 16 ઘટીને રૂ.513.25 પર ખૂલ્યો હતો.
- ONGCનો શેર લગભગ રૂ. 2 ઘટીને રૂ. 174.90 પર ખૂલ્યો હતો.
- ડૉ રેડ્ડી લેબ્સનો શેર રૂ. 10 ઘટીને રૂ. 4,326.40 પર ખૂલ્યો હતો.

સેન્સેક્સ ક્યારે શરૂ થયો હતો
સેન્સેક્સ એ મુંબઈ સ્ટોક એક્સચેન્જ (BSE) નો ઇન્ડેક્સ છે. તે મૂલ્ય-ભારિત સૂચકાંક છે. તે 1986માં મુંબઈ સ્ટોક એક્સચેન્જ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ સૂચકાંક તરીકે ગણવામાં આવે છે. BSEની 30 કંપનીઓ સેન્સેક્સમાં સામેલ છે. અગાઉ માર્કેટ કેપિટલાઇઝેશન-વેઇટીંગ મેથડોલોજીના આધારે સેન્સેક્સ સ્કોર્સની ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ હવે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન-વેઇટીંગ મેથડોલોજીના આધારે સેન્સેક્સનું આધાર વર્ષ 1978-79 છે. BSE સેન્સેક્સમાં 30 કંપનીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

જાણો નિફ્ટી ક્યારે શરૂ થઈ
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો મુખ્ય સૂચકાંક નિફ્ટી છે. NSEની ટોચની 50 કંપનીઓને નિફ્ટીમાં સામેલ કરીને ઈન્ડેક્સ લેવલ નક્કી કરવામાં આવે છે. નિફ્ટી ઇન્ડેક્સ નિફ્ટી બે શબ્દોનો બનેલો છે. આ નેશનલ અને ફિફ્ટી છે. નિફ્ટીનું આધાર વર્ષ 1995 છે. નિફ્ટી 50 માં ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ડેટાના આધારે NSEની ટોચની 50 કંપનીઓની પસંદગી કરવામાં આવે છે.

શેર કેવી રીતે ખરીદવા?
જો કોઈને શેરબજારમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો તેણે પહેલા સ્ટોક બ્રોકર પાસે ડીમેટ અને ટ્રેડિંગ ખાતું ખોલાવવું પડશે. શેર સીધા સ્ટોક એક્સચેન્જમાંથી ખરીદી શકાતા નથી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે PAN, આધાર અને બેંક ખાતું જરૂરી છે. જો તમારી પાસે આ દસ્તાવેજો છે તો તમે સરળતાથી બ્રોકર પાસે ખાતું ખોલાવી શકો છો અને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. એકવાર આ ખાતું ખોલ્યા પછી તમે તમારા ઘરમાં આરામથી શેરની ખરીદી અને વેચાણ કરી શકો છો.