For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIનું ડેબિટ કાર્ડ ગુમ થવા પર મળશે 4 લાખ રૂપિયા!

ડેબિટ કાર્ડ ગુમ થવા પર બેંક તમને 80 હજાર રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીની રકમ આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રાહક હોવ તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. એસબીઆઈએ પોતાના ખાતાધારકોના એટીએમ પર વિશેષ ઑફર આપી છે. બેંકની ઑફર મુજબ તમારા એટીએમ કાર્ડ પર ઈન્સ્યોરન્સની સુવિધા મળશે. ડેબિટ કાર્ડ ગુમ થવા પર બેંક તમને 80 હજાર રૂપિયાથી લઈને 4 લાખ રૂપિયા સુધીની રકમ આપશે. બેંકે વિવિધ પ્રકારના કાર્ડ ધારકો માટે વિવિધ ઈન્સ્યોરન્સ રાશિનું પ્રાવધાન રાખ્યું છે.

જાણો શું છે ઑફર

જાણો શું છે ઑફર

બેંકે એટીએમ પર વીમાને લઈને કેટલાક બદલાવ કર્યા છે. બેંક 3 સપ્ટેમ્બરે નવો નિર્દેશ જાહેર કરી બેંકે ડેબિટ કાર્ડના વીમા કવર વિશે જાણકારી આપી છે. નવો નિયમ લાગુ થઈ ચૂક્યો છે. નવા નિયમ મુજબ જો તમારું કાર્ડ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો તમાને 80 હજારથી લઈને 4 લાખ રૂપિયા સુધીનું વળતળ મળી શકે છે. જણાવી દઈએ કે એટીએમ ગુમ થયા બાદ ખોટો ઉપયોગ થયો હશે તો જ આ રાશિ મળશે. ઉપરાંત બેંકે પહેલી વખત અઘટિત ઘટનામાં કાર્ડ ધારકનું મૃત્યુ થવા પર 20 લાખ રૂપિયા સુધીનો વીમા લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ રાશિ પહેલા 10 લાખ રૂપિયા હતા.

એટીએમ ગુમ થવા પર મળશે રાશિ

એટીએમ ગુમ થવા પર મળશે રાશિ

SBIએ હવાઈ સફર દરમિયાન ડેબિટ કાર્ડ હોલ્ડરનું મૃત્યુ થવા પર મળતી રાશિ બમણી કરીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. જ્યારે અન્ય કોઈ ઘટનામાં મૃત્યુ થાય તો 2થી 10 લાખ રૂપિયા મળશે. પણ તેના માટે જરૂરી છે કે ઘટના પહેલાના 90 દિવસમાં એટીએમ કે પીઓએસ મશીનમાં કાર્ડનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. હવાઈ સફર માટે પેમેન્ટ ડેબિટ કાર્ડથી કર્યું હશે અને પછી જો હવાઈ સફર દરમિયાન મૃત્યુ થાય તો તમને તેનું વીમા કવર મળશે.

એટીએમ કાર્ડ ગુમ થવા પર કે ચોરી થવા પર

એટીએમ કાર્ડ ગુમ થવા પર કે ચોરી થવા પર

જો તમારું એટીએમ કાર્ડ ગુમ થઈ જાય છે અથવા તો ચોરી થઈ જાય છે અને કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ કરે છે તે કાર્ડ મુજબ તમને 80 હજારથી લઈને 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળશે. અહીં તમને જણાવી દઈએ કે જો તમે એટીએમ ફ્રોડ અથવા ફોન પર એટીએમ કાર્ડ નંબર અને પિન જણાવીને, ઓટીપી દ્વારા દગાબાજીનો શિકાર બન્યા હોવ તો વીમાની રાશિ નહીં મળે. એસબીઆઈએ એસબીઆઈ ગોલ્ડ (માસ્ટર/વીજા), એસબીઆઈ યુવા, એસબીઆઈ પ્લેટિનમ (બિઝનેસ ડેબિટ માસ્ટર/વીજા કાર્ડ), એસબીઆઈ વીજા સિગ્નેચર ડેબિટ કાર્ડ પર એટીએમ વીમાનું પ્રાવધાન આપ્યું છે. આ પણ વાંચો-હાર્દિક પટેલના રિપોર્ટ નોર્મલ આવ્યા, ઉપવાસ ચાલુ જ રાખશે

English summary
Special facility on SBI ATM Card holder, ATM card holders can get insurance upto Rs 20 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X