For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજીમ પ્રેમજીએ ટ્રસ્ટને આપ્યા રૂ. 12,300 કરોડ

By Super
|
Google Oneindia Gujarati News

azim-premji
બેંગ્લોર, 23 ફેબ્રુઆરીઃ પરોપકારના માર્ગ પર આગળ વધતા આઇટી જગતના દિગ્ગજ અજીમ પ્રેમજીએ વિપ્રોએ 29.55 કરોડ ઇક્વિટી શેર એક ટ્રસ્ટને આપવાની જાહેરાત કરી છે. આ શેરોની કિંમત 12,300 કરોડ રૂપિયા છે.

કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ રકમનો ઉપયોગ અજીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી વિભિન્ન સામાજિક પહેલને આગળ વધારવા માટે કરશે. આ શેર હસ્તાંતરણની સાથે વિપ્રોમાં શેરધારિતા વધીને અંદાજે 19.93 ટકા થઇ જશે.

વિપ્રો લિમિટેડના 29.55 કરોડ શેર અંદાજે 12 ટકા ભાગીદારી બરાબર છે. અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના ચેરમેન પ્રેમજી જ છે.

પ્રેમજીએ 19 ફેબ્રુઆરીએ ઘોષણા કરી હતી કે તે પોતાનું અધિક ઘન પરોપકારી કાર્યોમાં લગાવવા ઇચ્છશે કારણ કે, તેમણે ફાઉન્ડેશને આ દેશની પ્રાથમિક શિક્ષા પ્રણાલીની ગુણવત્તા સુધારવાનું કાર્ય વધારી દેવામાં આવ્યું છે.

આ પહેલા, 2010માં પ્રેમજીએ પોતાના વ્યક્તિગત એકાઉન્ટથી વિપ્રોમાં 8.7 ટકા ભાગીદારી પરોપકારી કાર્યો માટે દાન કર્યું હતું.

English summary
Azim Premji on Friday announced transfer of Wipro shares worth Rs 12,300 crore held by certain entities controlled by him, to an irrevocable trust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X