પતંજલિના ઘટી રહેલા વેચાણ પર બાબા રામદેવે મોટી વાત જણાવી
યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિની ઘટતી સેલ અંગે આવેલી રિપોર્ટને ખોટી જણાવી છે. ખરેખર હાલમાં જ એક રિપોર્ટ સામે આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પતંજલિ પ્રોડક્ટના સેલમાં ઘટાડો થયો છે. પરંતુ બાબા રામદેવ ઘ્વારા આ રિપોર્ટને ખોટી જણાવી દેવામાં આવી છે.
પતંજલિએ લૉન્ચ કર્યું ટોન્ડ મિલ્ક, હવે અમૂલ-મધર ડેરીને આપશે ટક્કર

પતંજલિના વેચાણમાં ઘટાડો
બાબા રામદેવે કહ્યું કે હું એક ફકીર છું, જે દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમને કહ્યું કે પતંજલિનો બધો જ લાભ દેશ માટે છે. તેમને વેચાણ ઘટવાની ખબરને ખોટી ગણાવીને કહ્યું કે પતંજલિ 8000 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમને કહ્યું કે હજુ પણ કેટલીક કંપનીઓના અધિગ્રહણ પછી અમે આગળ વધીશુ.

બ્લેકમની પર બાબા રામદેવનો જવાબ
બ્લેકમની પર બોલતા બાબા રામદેવે કહ્યું કે બ્લેકમની પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. વિદેશોથી પણ બ્લેકમની પાછી લાવવામાં આવશે. તેમને આગળ કહ્યું કે તેમના જીવનનો વધારે સમય મહારાષ્ટ્રમાં વીત્યો છે. એટલા માટે તેઓ આ રાજ્ય માટે વધારે કામ કરશે.

યોગ દિવસ પર દેશભરમાં કાર્યક્રમ
પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. યોગ દિવસે બાબા રામદેવ મહારાષ્ટ્રમાં હાજર રહેશે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ સાથે નાંદેડમાં યોગ કરશે. તેમને કહ્યું કે લગભગ 200 દેશોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સમર્થન કર્યું છે. તેમને સૂર્ય નમસ્કારને મંત્ર સાથે જોડવાનું ખોટું ગણાવ્યું અને કહ્યું કે સૂર્ય નમસ્કાર મંત્ર વિના પણ કરવામાં આવી શકે છે કારણકે આ એક વૈજ્ઞાનિક અભ્યાસ છે.