• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન

|

ન્યુ યોર્ક, 20 નવેમ્બર : માસ્ટરકાર્ડના સીઇઓ અને ભારતમાં જન્મેલા અજય બંગા અને આઇસીઆઇસીઆઇ બેંકના ચૂફ ચંદો કોચરના નામનો સમાવેશ ફોર્ચ્યુન મેગેઝિનની '2012 બિઝનેસપર્સન્સ ઑફ ધ યર'ની યાદીમાં કરવામાં આવ્યો છે. ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા દર વર્ષે 50 વૈશ્વિક લીડર્સની યાદી તૈયાર કરવામાં આવે છે.

ફોર્ચ્યુન '2012 બિઝનેસપર્સન્સ ઑફ ધ યર'ની યાદીમાં સૌથી ટોચ પર એમેજોનના સ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ અને બીજા ક્રમે એપ્પલના સીઇઓ ટિમ કૂક આવ્યા છે. આ યાદીમાં અજય બંગા અને ચંદા કોચર સાથે સ્થાન મેળવનારા અન્ય ભારતીયોમાં મેટાકેપિટલ મેનેજમેન્ટના સ્થાપક અને પાર્ટનર દીપક નરૂલાનો સમાવેશ થાય છે.

આ યાદીમાં અજય બંગા આઠમા ક્રમે, ચંદા કોચર 18મા ક્રમે અને દીપક નરૂલા 36મા ક્રમે આવ્યા છે. ફોર્ચ્યુને આ ભારતીયોની વિશિષ્ટ સ્ટ્રેટેજીના વખાણ કર્યા છે.

English summary
Ajay Banga, Chanda Kochhar among Fortune 2012 businesspersons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X