For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ!

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને સતત SMS મોકલી રહી છે જે અંતર્ગત આ મેસેજને જે લોકો હળવાશમાં લેશે તેમનું બેંક અકાઉન્ટ બ્લૉક થઈ જશે.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને સતત SMS મોકલી રહી છે જે અંતર્ગત આ મેસેજને જે લોકો હળવાશમાં લેશે તેમનું બેંક અકાઉન્ટ બ્લૉક થઈ જશે. જણાવી દઈએ કે બેંક પોતાના ગ્રાહકોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહી રહી છે. જે કોઈપણ ગ્રાહક આ કામ નહીં કરે તેઓ કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. જણાવી દઈએ કે રિઝર્વ બેંકે તમામ બેંક અકાઉન્ટ માટે કેવાઈસી જરૂરી બનાવી દીધું છે.

બેંક મોકલી રહી છે મેસેજ

બેંક મોકલી રહી છે મેસેજ

ભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશો મુજબ તમારા ખાતામાં કેવાઈસી દસ્તાવેજોને અપડેટ કરવાનું રહેશે. આના માટે તમે દસ્તાવેજોને લઈને તમારી નજીકની એસબીઆઈની બ્રાન્ચે જઈ શકો છો. કેવાઈસી પ્રક્રિયા પૂર્ણ ન કરવા પર તમારા ખાતામાંથી ભવિષ્યમાં થનાર લેણ-દેણ પર રોક લગાવી દેવામાં આવી શકે છે.

શું છે KYC

શું છે KYC

KYC એટલે કે Know Your Customer જેનો મતલબ થાય છે કે ગ્રાહક વિશે પૂરી માહિતી. સૌ લોકો માટે કેવાઈસી કરાવવું જરૂરી છે. કેવાઈસી બેંક અને કસ્ટમર વચ્ચે એક ભરોસાનો સંબંધ બનાવે છે. જો તમે ક્યારેય ક્યાંક રોકાણ કરવા માગો છો અને તમે કેવાઈસી નથી કરાવ્યું તો તમે રોકાણ પણ નહીં કરી શકો.

KYCની જરૂરત

KYCની જરૂરત

બેંકમાં ખાતું ખોલાવવું, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ, બેંક લોકર્સ લેવા પર અથવા તો જૂની કંપનીનું પીએફ ઉપાડવા જેવા લેણ-દેણ વખતે કેવાઈસી વિશે પૂછવામાં આવે છે. કેવાઈસી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે કે ગ્રાહક ક્યાંક બેંકિંગ સેવાઓનો દુરુપયોગ તો નથી કરી રહ્યોને.

આ દસ્તાવેજોની જરૂરત પડશે

આ દસ્તાવેજોની જરૂરત પડશે

જો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો અને તમારું કેવાઈસી પૂરું કરવા માંગો છો તો તમને જણાવી દઈએ કે આના માટે તમારે નિમ્ન દસ્તાવેજોની જરૂરત પડશે.

  • ઓળખ પત્ર
  • પાસપોર્ટ
  • ચૂંટણી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાઇસન્સ
  • આધાર કાર્ડ
  • નરેગા કાર્ડ
  • સગીરો માટે

    સગીરો માટે

    જો ગ્રાહક અવયસ્ક અથવા સગીર છે એટલે કે એની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેવા વ્યક્તિનું માત્ર ઓળખ પત્ર આપવાનું રહેશે.

English summary
sbi can block your bank account if you ignores this notification of rbi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X