For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકોએ મિનિમમ બેલેન્સ નામ પર મોટી કમાણી કરી

દેશની 21 સરકારી બેંક અને 3 પ્રાઇવેટ બેંકો ઘ્વારા દેશની જનતા પાસેથી મિનિમમ બેલેન્સ નામ પર મોટી કમાણી કરી લીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની 21 સરકારી બેંક અને 3 પ્રાઇવેટ બેંકો ઘ્વારા દેશની જનતા પાસેથી મિનિમમ બેલેન્સ નામ પર મોટી કમાણી કરી લીધી છે. તેમને વર્ષ 2017-2018 દરમિયાન લગભગ 5000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા આ કમાણીની સૌથી પહેલા શરૂઆત કરવામાં આવી હતી. તેમને ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ નામ પર પૈસા કાપવાની શરૂઆત કરી હતી. એસબીઆઈ ઘ્વારા તેની શરૂઆત ગયા વર્ષે એપ્રિલ 2017 દરમિયાન કરવામાં આવી હતી. બધી જ બેંકો ઘ્વારા જમા કરવામાં આવેલી કુલ રાશિનો મોટાભાગનો હિસ્સો ફક્ત એસબીઆઈને મળ્યો છે. તેમ છતાં એસબીઆઈ બેન્કને વર્ષ 2017-2018 દરમિયાન 6547 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

મિનિમમ બેલેન્સ જાળવવાના નામ પર પૈસા કાપ્યા

મિનિમમ બેલેન્સ જાળવવાના નામ પર પૈસા કાપ્યા

આંકડા વિશે વાત કરવામાં આવે તો એશિયન એજ ખબર અનુસાર, મિનિમમ બેલેન્સ નામ પર ભારતીય બેંકો ઘ્વારા કુલ 4989.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જેમાં 2433.87 કરોડ રૂપિયા એકલા એસબીઆઈ ઘ્વારા ભેગા કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાના નામ પર કાપવામાં આવેલા ચાર્જના સૌથી વધી ફાયદો એસબીઆઈ બેન્કને મળ્યો છે.

એચડીએફસી પછી એક્સિસ બેંક

એચડીએફસી પછી એક્સિસ બેંક

જો વાત કરવામાં આવે તો વર્ષ 2016-17 મુકાબલે આ વર્ષે આવકમાં ખોટ આવી છે. વર્ષ 2016-17 દરમિયાન એચડીએફસી બેન્કને મિનિમમ બેલેન્સ રૂપે લગભગ 619.39 કરોડ રૂપિયા મેળવ્યા હતા, ત્યારપછી એક્સિસ બેંક ઘ્વારા મિનિમમ બેલેન્સ રૂપે 530.12 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2012 સુધી એસબીઆઈ બેંક ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ રૂપિયે કેટલો ચાર્જ વસૂલ કરતા હતા. પરંતુ ત્યારપછી તેમને ચાર્જ વસૂલ કરવાનું બંધ કરી દીધું અને એપ્રિલ 2017 પછી તેઓ ફરી ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરવા લાગ્યા.

બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ સ્કીમ

બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ સ્કીમ

વધુ પડતા ચાર્જને કારણે એસબીઆઈ બેંકની ભારે આલોચના પણ કરવામાં આવી હતી. જેને કારણે એસબીઆઈ બેંકે ઓક્ટોબર 2017 દરમિયાન તેમના ચાર્જ ઘટાડો પણ કર્યો હતો. જે ખાતા બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ સ્કીમ અને પ્રધાનમંત્રી જનધન સ્કીમ હેઠળ ખોલવામાં આવ્યા છે તેના મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જ જરૂર નથી. આરબીઆઇ નિયમો હેઠળ બેન્ક પોતાની સર્વિસ માટે ગ્રાહકો પર કેટલોક ચાર્જ લગાવી શકે છે, મિનિમમ બેલેન્સ આ નિયમ હેઠળ જ આવે છે.

English summary
Bank Earns 5000 Crore From Customers Over Breaching Minimum Balance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X