ઓક્ટોબરમાં 11 દિવસ બંધ રહેશે બેંક, નોંધી લો રજાની આ તારીખો
સપ્ટેમ્બરનો મહિનો ખતમ થવામાં છે અને ઓક્ટોબરમાં તહેવારોના કારણે બેંક અલગ અલગ તારીખો પર 11 દિવસ બંધ રહેશે. ઓક્ટોબરના મહિનામાં દશેરા અને દિવાળી સાથે સાથે ઘણા અન્ય તહેવાર પણ આવી રહ્યા છે. એવામાં એ જરૂરી છે કે બેંકમાં જરૂરી કામ માટે જતા પહેલા તમે રજાની તારીખો જાણી લો. આ ઉપરાંત તહેવારની સિઝનમાં બેંક બંધ રહેવાથી એટીએમમાં કેશની પણ અછતનો સામનો કરવો પડી શકે છે. જો કે બેંક અધિકારીઓનુ કહેવુ છે કે એટીએમમાં જરૂરી કેશની વ્યવસ્થા કરવામાં આવશે. આવો જાણીએ કે ઓક્ટોબરમાં કઈ કઈ તારીખે બેંક બંધ રહેશે.

ઓક્ટોબરમાં કયા કયા દિવસે બંધ રહેશે બેંક
ઓક્ટોબરના મહિનામાં બેંકોની સૌથી પહેલી રજા 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે છે. ત્યારબાદ 6 ઓક્ટોબરે રવિવાર છે અને બધી બેંકમાં રજા રહેશે. 7 ઓક્ટોબરે રામ નવમી અને 8 ઓક્ટોબરે દશેરાના તહેવારના કારણે બેંકોમાં રજા રહેશે. એટલે કે ત્રણ દિવસ સતત બેંક બંધ રહેશે. ત્યારબાદ 12 ઓક્ટોબરે મહિનાનો બીજો શનિવાર છે અને બધી બેંકોમાં રજા રહેશે. 13 ઓક્ટોબરે રવિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે અને કોઈ કામકાજ નહિ થાય.

ઓક્ટોબરના અંતમાં સતત 4 દિવસ બેંકોની રજા
ત્યારબાદ 20 ઓક્ટોબરના રોજ બેંકોમાં રવિવારની રજા રહેશે. ઓક્ટોબર મહિનાના અંતમાં બેંક સતત ચાર દિવસ સુધી બંધ રહેશે. 26 ઓક્ટોબરના રોજ મહિનાનો ચોથો શનિવાર અને 27 ઓક્ટોબરનો રોજ દિવાળી. એટલે કે આ દિવસોએ બેંકોમાં કોઈ કામકાજ નહિ થાય. ત્યારબાદ 28 ઓક્ટોબરના રોજ ગોવર્ધન પૂજા અને 29 ઓક્ટોબરના રોજ ભાઈબીજના કારણે બધી બેંકો બંધ રહેશે. આ રીતે ઓક્ટોબરમાં કુલ 11 દિવસ સુધી બેંક બંધ રહેશે. એવામાં જરૂરી છે કે તમે આ બધી તારીખો નોંધી લો અને જરૂરી કાર્યો માટે બેંક જતા પહેલા એક વાર રજાનુ શિડ્યુલ ચેક કરી લો.
આ પણ વાંચોઃ 10 ગણો મોંઘો થયો IIT એમટેકનો અભ્યાસ, બંધ થશે દર મહિને મળતુ સ્ટાઈપેન્ડ

નહિ થાય કેશની અછત
તહેવારની સિઝનમાં રજાઓના કારણે લોકોને કેશની અછતનો પણ સામનો કરવો પડી શકે છે. જો કે બેંક અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ છે કે તહેવારની સિઝનને જોતા બધા એટીએમમાં કેશની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે અને કોઈ પ્રકારની કોઈ મુસીબત સામે નહિ આવે.