• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Holidays: જાણો જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે, આખી યાદી

|

નવી દિલ્હીઃ દેશમાં લૉકડાઉન 5નો તબક્કો શરૂ થઈ ગયો છે, જેમાં કેટલીય ગતિવિધિઓને છૂટ મળી છે. લૉકડાઉન 5 અથવા તો અનલૉક 1માં ધીરે ધીરે તમામ ગતિવિધિઓ ખુલવા લાગી છે. એવામાં જો તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામમાં અટવાયેલા હોવ તો તમારે જાણવું ખુબ જરૂરી છે કે બેંક જૂન 2020માં કયા કયા દિવસે બંધ રહેશે. જૂન 2020માં બેંક કઈ કઈ તારીખે બંધ રહેશે તેની આખી યાદી તમને જણાવી રહ્યા છીએ..

જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે

જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે

RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ લૉકડાઉન 5માં શનવાર અને રવિવારે છોડીને કોઈ રજા નથી, પરંતુ જૂન મહિનામાં દેશના અલગ અલગ રાજ્યોમાં તહેવારો અને જયંતિના કારણે બેંકોમાં 5 દિવસની રજા રહેશે. પહેલા અને ચોથા શનિવાર અને ચારેય રવિવાર સિવાય 15 જૂન, 18 જૂન, 23 જૂન અને 30 જૂનના રોજ બેંક બંધ રહેશે. એટલે કે 2020માં કુલ 11 દવસ બેંકમાં રજા રહેશે. જોકે આ દરમિયાન તમે નેટ બેંકિંગ, ડિજિટલ બેંકંગ સર્વિસનો લાભ લઈ શકો છો.

જૂન મહિનામાં કઈ તારીખે બેંક બંધ રહેશે

જૂન મહિનામાં કઈ તારીખે બેંક બંધ રહેશે

રિઝર્વ બેંકની બેંકોની રજાની યાદી મુજબ જૂનમાં દરેક રવિવાર અને બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે. આવો એક નજર નાખીએ જૂન 2020માં બેંક રજાઓની આખી યાદી પર...

  • 7 જૂન- રવિવારની રજા
  • 13 જૂન- શનિવારની રજા
  • 14 જૂન- રવિવારની રજા
  • 21 જૂન- રવિવારની રજા
  • 27 જૂન- શનિવારની રજા
  • 28 જૂન- રવિવારની રજા
આ રાજ્યોમાં આ દિવસે બેંક બંધ રહેશે

આ રાજ્યોમાં આ દિવસે બેંક બંધ રહેશે

શનિવાર અને રવિવારે રજા ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં પણ બેંકોમાં અલગ અલગ અવસર પર રજા રહેશે. આવો જાણીએ કયા રાજ્યોમાં કયા દિવસે રજા રહેશે.

  • 5 જૂન- સિક્કિમમાં સાગા દાવાને પગલે બેંક બંધ રહેશે.
  • 15 જૂન- મિજોરમ, ભુવનેશ્વરમાં વાઈએમએ ડે અને રાજા સંક્રમાંતિની રજા.
  • 18 જૂન- જમ્મૂ, શ્રીનગરમાં ગુરુ હરગોવિંદજીની જન્મ જયંતિની રજા
  • 23 જૂન- ભુવનેશ્વરમાં રથયાત્રાની રજા
  • 30 જૂન- મિઝોરમમાં રેમનાની રજા.

3 જૂને વહેલી સવારે 'નિસર્ગ' વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકી શકે, NDRFની ટીમો સ્ટેન્ડબાય

English summary
Bank holiday list of june 2020, read in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X