For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM નરેન્દ્ર મોદીનું સૂચન : બેંકો કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 જાન્યુઆરી : પુનામાં બેંકિંગ સેક્ટરમાં રિફોર્મ માટે આયોજિત બે દિવસના 'જ્ઞાન સંગમ'નો આજે બીજો અને અંતિમ દિવસ હતો. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુંબઇમાં યોજાયેલી આઈસીઆઈસીઆઈ ગ્રુપની 60મી વર્ષગાંઠે નિમિત્તની ઇવેન્ટમાં તેમણે બેંકોને કેશ લેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકવા સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો કરી બ્લેકમનીની હેરફેર પર નિયંત્રણ લગાવી શકાય એમ છે. આ ઇવેન્ટમાં તેમણે ગુજરાતના આકોદરા ગામને ડિજીટલ ગામ તરીકે દેશને સમર્પિત કર્યું હતું.

narendra-modi-3

આઈસીઆઈસીઆઈ ગ્રુપે આ ગામને દેશના સૌપ્રથમ ડિજીટલ ગામ તરીકે વિકસિત કર્યું છે. આ ગામમાં બેન્કિંગ, પેમેન્ટ, હેલ્થકેર અને એજ્યુકેશનમાં ટેક્નૉલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. વાઈ ફાઈથી સજ્જ આ ગામની સૌથી મોટી ખૂબી એ છે કે અહીંયા તમામ ટ્રાન્ઝેક્શન્સ કેશલેસ રાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સથી કાળા નાણાંની હેરફેરની સમસ્યા ટાળી શકાય છે.

આઈસીઆઈસીઆઈ ગ્રુપએ ગુજરાતના અકોદરા ગામડાને ડિઝિટલ ગામડું બનાવ્યું છે. આ ગામમાં આઈસીઆઈસીઆઈ બેન્કે સેવાઓ આપી છે. આઈસીઆઈસીઆઈ બેન્કને 60 વર્ષ પૂરા થવાના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યુ કે બેન્કોની વચ્ચે આ વાતની હરિફાઈ હોવી જોઈએ કે કઈ બેન્ક કેટલી કેશલેસ ટ્રાન્જેક્શન કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સોનાનો મોહ છોડવાનું પણ કહ્યુ હતું. તેમનું માનવુ છે તે સારી બેન્કિંગ સેવાઓ થશે તો લોકોને સેવાઓમાં રોકાણ કરવાથી બચશે. બેન્કિંગ સેક્ટરને સામે લોકોએ સોનુ ખરીદવાની સોચથી દૂર રેહવાની સલાહ છે. પ્રધાનમંત્રીએ બેન્કોને સામાજિક કાર્યોમાં સહયોગની સલાહ આપી હતી.

આઈસીઆઈસીઆઈ બેન્કના એમડીએન્ડસીઈઓ ચંદા કોચરે કહ્યું હતું કે આકોદરા ગામને 3સીની વિચારસરણીથી ડેવલપ કરવામાં આવ્યું છે. જેમાં કેશલેસ, કનેક્ટેડ અને કમ્પ્રિહેન્સિવનો સમાવેશ થાય છે.

English summary
Bank should put emphasis to cashless transactions : PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X