For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ, જાણો શું છે કારણ

ડિસેમ્બરમાં સતત પાંચ દિવસો માટે બેંકિંગ સેવા ઠપ્પ રહેવાની છે. હા, 20 ડિસેમ્બર બાદ બેંકિંગ સેવા 5 દિવસો માટે બંધ રહેશે.

|
Google Oneindia Gujarati News

જો તમારી પાસે બેંકનું કોઈ કામ બચ્યુ હોય તો તમે તમારુ જરૂરી કામ પતાવી દો. જો તમારે 20 ડિસેમ્બર સુધી પોતાના બેંકિંગ સંબંધી કામ ખતમ ન કર્યા તો તમારે તેના માટે લાંબી રાહ જોવી પડશે. વાસ્તવમાં ડિસેમ્બરમાં સતત પાંચ દિવસો માટે બેંકિંગ સેવા ઠપ્પ રહેવાની છે. હા, 20 ડિસેમ્બર બાદ બેંકિંગ સેવા 5 દિવસો માટે બંધ રહેશે. એટલે તમારે તમારા કામ માટે 26 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ રામદેવ, 'હું મુશ્કેલીમાં પડવા નથી માંગતો'આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ રામદેવ, 'હું મુશ્કેલીમાં પડવા નથી માંગતો'

5 દિવસ સુધી બંધ રહેશે બેંકિંગ સર્વિસ

5 દિવસ સુધી બંધ રહેશે બેંકિંગ સર્વિસ

21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા ઓફિસર કન્ફેડરેશનના આહવાન પર 21 ડિસેમ્બરના રોજ દેશભરના બેંકકર્મીઓ હડતાળ પર જઈ રહ્યા છે. બેંકકર્મી પોતાની માંગો સાથે હડતાળ પર બેસશે. કેન્દ્રની નીતિના વિરોધમાં દેશભરના બેંકકર્મી હડતાળ પર રહેશે. 21 ડિસેમ્બરે બેંકોની હડતાળ છે તેમજ 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંક બંધ રહેશે.

20 ડિસેમ્બર પહેલા પતાવી દો પોતાનુ ક્મ

20 ડિસેમ્બર પહેલા પતાવી દો પોતાનુ ક્મ

23 ડિસેમ્બરે રવિવાર છે જેના કારણે બેંકોમાં રજા રહેશે. 24 ડિસેમ્બરે બેંકોની શાખાઓ ખુલશે પરંતુ સતત ત્રણ દિવસો બાદ બેંક ખુલવાના કારણે બેંકોમાં ભારે ભીડ હશે. જેના કારણે તમને મુશ્કેલી આવી શકે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા હશે અને બેંક ફરીથી બંધ થઈ જશે. 26 ડિસેમ્બરે યુનાઈટેડ ફોરમ તરફથી ફરીથી બેંકોમાં હડતાળ છે.

5 દિવસની રજાથી અટકશે તમારા કામ

5 દિવસની રજાથી અટકશે તમારા કામ

બેંકોમાં 5 દિવસની રજાના કારણે ચેકોના ક્લીયરન્સ, ડ્રાફ્ટ બનાવવા સાથે સાથે કેશની પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે સારુ એ રહેશે કે બેંકોની રજા પહેલા તમે તમારા ઘરમાં પર્યાપ્ત કેશની વ્યવસ્થા કરી લો જેથી રજાઓ દરમિયાન તમને કેશની તકલીફ ન પડે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર સામે પોતાની માંગો માટે બેંક કર્મી હડતાળ પર જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનો ખોટો નિર્ણય, વિલયનો વિરોધ, વેતન વૃદ્ધિમાં વિલંબ, એનપીસી જેવી માંગોને લઈને બેંક કર્મચારી હડતાળ કરશે.

આ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠારઆ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠાર

English summary
Bank strike: Across India, banks to be closed for 5 days! Hurry, get you work done by this date.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X