
Bank Strike: ફટાફટ કરી લો જરુરી કામ, સતત 2 દિવસ બંધ રહેશે બેંક, જાણો કારણ
નવી દિલ્લીઃ બેંક વિશે એક મહત્વના સમાચાર છે. જો તમારે બેંકના કોઈ પણ કામ કરવાના બાકી હોય તો તેને જલ્દીથી કરી લો કારણકે આ સપ્તાહમાં સતત 4 દિવસ બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે દેશની સરકારી બેંકોના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરે હડતાળ કરશે જેના કારણે આ બંને દિવસ બેંકોમાં કોઈ કામકાજ થશે નહિ.
16 અને 17 ડિસેમ્બરે બેંકોની હડતાળ
યુનાઈટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન(UFBU-United Forum of Bank Unions) રફથી આ અંગે માહિતી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે યુનાઈટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ(UFBU)એ હડતાળ કરવાનુ એલાન કર્યુ છે. UFBU હેઠળ બેંકોના 9 યુનિયન આવે છે.
કયા કયા દિવસે રહેશે રજા
16 ડિસેમ્બર - બેંક હડતાળ
17 ડિસેમ્બર - બેંક હડતાળ
18 ડિસેમ્બર - યુ સો સો થામની ડેથ એનિવર્સરી(શિલોંગમાં બેંક બંધ)
19 ડિસેમ્બર - રવિવારની રજા
24 ડિસેમ્બર - ક્રિસમસ ફેસ્ટીવલ(આઈઝોલમાં બેંક બંધ)
25 ડિસેમ્બર - ક્રિસમસ(બેંગલુરુ અને ભુવનેશ્વરને છોડીને બધી જગ્યાએ બેંક બંધ) શનિવાર, (ચોથો શનિવાર)
26 ડિસેમ્બર - રવિવાર
27 ડિસેમ્બર - ક્રિસમસ સેલિબ્રેશન (આઈઝોલમાં બેંક બંધ)
30 ડિસેમ્બર - યુ કિઆંગ નાંગબાહ(શિલોંગમાં બેંક બંધ)
31 ડિસેમ્બર - ન્યૂ યર ઈવનિંગ(આઈઝોલમાં બેંક બંધ)
અહીં ચેક કરો રજાઓનુ લિસ્ટ
બેંકોની રજાઓ વિશે વધુ માહિતી મેળવવા માટે તમે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની અધિકૃત લિંક https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર પણ વિઝિટ કરી શકો છો. અહીં તમને દર મહિને દરેક રાજ્યની બેંકની રજાઓ વિશે માહિતી મળી જશે.