For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ બેંકોને ઝીરો પરસન્ટ EMI સ્કીમ બંધ કરવા જણાવ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 સપ્ટેમ્બર : દશેરા અને દીવાળીના તહેવારો માથા પર છે ત્યારે દુકાનદારો અને ખરીદદારો માટે નિરાશાજનક આદેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને આદેશ કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગતી બેંકોની ઝીરો ઇન્ટરેસ્ટ રેટવાળી ઇએમઆઇ સ્કીમ્સ વાસ્તવમાં ગ્રાહકોની દિશાભૂલ કરીને તેમની ફસામણી કરતી હોવાથી રિઝર્વ બૅન્કે આવી યોજના આપનારી બેંકો સામે આંખો લાલ કરી છે.

ભારતીય ગ્રાહકોની માનસિકતાને લક્ષમાં રાખીને આ પ્રકારની યોજનાઓ બજારમાં મૂકવામાં આવે છે. મોટી અને ગેરવાજબી કિંમતની વસ્તુઓ આ યોજનાની ગ્રાહકોને માથે આપવામાં આવે છે. આ ગ્રાહકોની સાથે એક પ્રકારની ફસામણી અને છળ છે. આ પ્રકારની યોજનાઓ તત્કાળ અટકાવવામાં આવે એવી આરબીઆઈએ બૅન્કોને ચીમકી આપી છે. 17 સપ્ટેમ્બર, 2013ના દિવસે આરબીઆઈ દ્વારા આ પ્રકારનો એક ગોપનીય પત્ર મોકલવામાં આવ્યો હતો. જોકે આરબીઆઈનો સંપર્ક કરતાં આ સંદર્ભમાં કશી પણ અધિકૃત માહિતી આપવામાં આવી નહોતી.

0-emi

આ યોજનાઓમાં મૂળ કિંમત કરતાં ઘણી વધારે રકમ ચૂકવવી પડે છે અને એકાદો હપ્તો ભરવાનું ચૂકી જવાય તો તેનાં બદલે ભરવી પડતી રકમ બેંકોની મનમાની પ્રમાણની હોય છે. આરબીઆઈનું ઉપર્યુક્ત પગલું ગ્રાહકોની થનારી ફસવણી અટકાવવામાં મદદ કરશે.

આરબીઆઈનું આ પગલું યોગ્ય હોય તો પણ વ્યાપારીઓ અને બેંકોને આના કારણે મોટો ફટકો પડનાર છે. તહેવારોની આ મોસમમાં જ આવો પત્ર આરબીઆઈએ કાઢ્યો હોવાથી, ગ્રાહકો મોટી ખરીદી તરફ વળશે નહીં અને તેના કારણે ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવું પડશે, એવો ભય વ્યાપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

English summary
Banks told to end zero interest EMI schemes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X