સતત 5 દિવસ સુધી બેંક બંધ રહેશે, જલદી પતાવી લો જરૂર કામ
નવી દિલ્હીઃ બેંક ખાતાધારકો માટે એક મહત્વના સમાચાર છે. સપ્ટેમ્બરમાં સતત પાંચ દિવસ સુધી બેંકોની રજા છે. એવામાં જો તમારે બેંકનું કંઈ કામ કરવાનું બાકી હોય તો વિલંબ કર્યા વિના સૌથી પહેલા બેંકનું કામ નિપટાવી લો. જણાવી દઈએ કે 5 દિવસ સુધી બેંક બંધ રહેશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેંકમાં સતત પાંચ દિવસની રજા આવી રહી છે.

5 દિવસ સુધી બેંકો બંધ રહેશે
સપ્ટેમ્બર 26થી લઈ 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે. અસલમાં હડતાળ અને રજાને કારણે બેંકો 5 દિવસ સુધી બંધ રહેશે. પબ્લિક સેક્ટરની 10 બેંકોના મર્જરની ઘોષણા કરી છે જેના વિરોધમાં કર્મચારીઓના 4 યૂનિયને 26 સપ્ટેમ્બરથી 2 દિવસની હડતાળ બોલાવી છે. જે બાદ શનિવાર અને રવિવારની રજા આવી રહી છે, જેના કારણે બેંકોની લાંબી રજા પડવા જઈ રહી છે.

બેંક સાથે જોડાયેલાં કામ જલદી જ નિપટાવી લો
જે બાદ 30 સપ્ટેમ્બરે ભલે આરબીઆઈ દ્વારા ઘોષિત બેંક હૉલીડે નથી, પરંતુ મહિનાનો આખરી દિવસ હોવાના કારણે બેંકમાં હાફ યરલી ક્લોજિંગ છે, જેને કારણે 30 સપ્ટેમ્બરે પબ્લિક ડીલિંગ બહુ ઓછું થશે અથવા કેટલીય જગ્યાએ નહિ પણ થાય. જે બાદ 1 ઓક્ટોબરને છોડી 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની રજા છે જેને કારણે પણ બેંક બંધ રહેશે.

બેંકોની હડતાળ
કેન્દ્ર સરકારે 10 બેંકોનું મર્જર કરી 4 બેંક બનાવવાને મંજૂરી આપી દીધી, જેને લઈ બેંક કર્મચારીઓએ હડતાળનું આહ્વાન કર્યું છે. 4 યૂનિયનોએ પબ્લિક સેક્ટરની 10 બેંકોના મર્જરની ઘોષણાના વિરોધમાં 26 સપ્ટેમ્બરથી 2 દિવસની હડતાળ બોલાવી છે. ઑલ ઈન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન, ઈન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઑફ બેંક ઑફિસર્સ આ હડતાળમાં સામેલ થશે.

10 બેંકોનું મર્જર
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 10 રાષ્ટ્રીયકૃત બેંકોનું મર્જર કરી 4 મોટી બેંક બનાવવાની ઘોષણા કરી છે. સરકારે યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા અને ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સનું મર્જર પંજાબ નેશનલ બેંકમાં કરવાનો ફેસલો કર્યો છે. જે બાદ પંજાબ નેશનલ બેંક દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે. જ્યારે સિંડિકેટ બેંકનું મર્જર કેનરા બેંકમાં કરવામાં આવશે. આ ઉપરાંત અલ્હાબાદ બેંકનું મર્જર ઈન્ડિયન બેંકમાં કરવામાં આવશે, જ્યારે આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંક ઑફ ઈન્ડિયામાં મર્જર કરવામાં આવશે.
આજે પણ શેર માર્કેટમાં કમજોરી, સેંસેક્સ 401, નિફ્ટી 125 અંક ગગડ્યો