• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તહેવારોની સીઝનમાં રોકાણ માટે આ છે ઉત્તમ વિકલ્પ

|

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન લોકો નવરાત્રી, દશેરા, દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારો ઉજવવામાં વ્યસ્ત રહે છે. તહેવાર પર સોનું, મકાન, ગાડી, કપડા પર લોકો ભારે ખર્ચ કરે છે. જોકે ખર્ચની સાથે સાથે આવા પ્રસંગે તમારે નાણાકીય પ્લાનિંગ વિશે પણ વિચારવું જોઈએ. યોગ્ય અને સાચા ફાઇન્શિયલ પ્લાનિંગ સાથે તમે તમારા પરિવાર માટે સારી રીતે સક્ષમ બનશો.

નાણાકીય બજારમાં કેટલાક સારા પ્રૉડક્ટ ઉપલબ્ધ છે, જેમાં રોકાણ કરીને સુરક્ષા મેળવી શકાય છે. નાણાકીય રોકાણના આવા જ કેટલાક સારા વિકલ્પો જણાવી રહ્યા છે, ઇન્શ્યોરેન્સ સૅક્ટરના જાણકાર અને કંપેયર પૉલિસી ડૉટ કોમના સીઈઓ સુભાષ નાગપાલ.

બજેટ બનાવવું જરૂરી

બજેટ બનાવવું જરૂરી

તહેવારોની સિઝન દરમિયાન ખર્ચને કાબુમાં રાખવા માટે બજેટ બનાવવું સૌથી પહેલું કામ છે. પછી તે માસિક ખર્ચ મેનેજ કરવાનું હોય કે કોઈ સ્કિમમાં રોકાણ કરવું. બજેટ બનાવવાથી ખર્ચાઓ પર નિયંત્રણ મૂકી શકાય છે અને સારી રીતે બચત પણ થઈ શકે છે.

ખર્ચને લઈને ચેતો

ખર્ચને લઈને ચેતો

ઘણીવાર ફાઇનેન્શિયલ પ્લાનિંગને ધ્યાનમાં રાખીને એક બજેટ તૈયાર કરો છો. જોકે એ બાદ પણ ઓવર સ્પેન્ડિંગથી નથી બચી શકાતું. તહેવારની ખરીદી બાદ ખબર પડે છે કે ઘણી બિન-જરૂરી વસ્તુઓની ખરીદી થઈ ગઈ છે. એવામાં જરૂરી છે કે તમે તમારા નિર્ધારિત બજેટની અંદર જ ખરીદી કરો અને કંઈ પણ નવું ખરીદતા પહેલા વિચારો કે શું તમારે તેની જરૂર છે કે નહીં.

બચત અને રોકાણ પર ધ્યાન આપો

બચત અને રોકાણ પર ધ્યાન આપો

તહેવારો દરમિયાન વેચાણને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓ સેલ, બેમ્પર સેલ જેવી ઓફર્સ લઈને આવે છે. ઘણી વાર ગ્રાહકો આ લોભાણી ઓફર્સ જોઈને બિન જરૂરી વસ્તુઓ પણ ખરીદી લેતા હોય છે. એવામાં કોઈ પ્રોડક્ટને ખરીદતા પહેલા તમામ ઓફર્સ વિશે જાણો, જેથી તમે તમારી જરૂરિયાત અનુસાર માત્ર ઉપયોગી વસ્તુઓની જ ખરીદી કરી શકો. બચત અને રોકાણ પર ધ્યાન તહેવારોની સિઝનમાં નવા રોકાણ અને બજેટ શરૂ કરવાનો યોગ્ય સમય હોય છે. અત્યારે કરાયેલી બચત અને આવનારા વર્ષોમાં થનારા તમામ ખર્ચાઓ માટેની તૈયારી તમારે પહેલાથી કરવી જોઈએ. નવા રોકાણની વાત કરીએ તો તમારા નાણાકીય લક્ષ્યોને પુરા કરવા માટે યૂલિપ સ્કીમ સારી સાબિત થાય છે.

આવો જાણીએ કેટલાક યુલિપ પ્લાન્સ વિશે.

આવો જાણીએ કેટલાક યુલિપ પ્લાન્સ વિશે.

બજાજ આલિયાન્સ ફ્યૂચર ગેન

બજાજ આલિયાન્સ ફ્યૂચર ગેન એક યૂલિપ પૉલિસી છે, જે તમને જુદા જુદા ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ આપે છે.

કવરેજ:

ડેથ બેનિફિટ : પૉલિસી સમય દરમિયાન મોત થઈ જાય તો નૉમિનીને એક નક્કી રકમ ડેથ બેનિફિટ સ્વરૂપે મળે છે. મેચ્યોરિટી બેનિફિટ: પૉલિસી પાકતા અંતે ફંડ વેલ્યૂ (ટોપ-અપ ફંડ વેલ્યૂ સહિત) મેચ્યોરિટી પર મળે છે, જોકે એ સમય સુધી પૉલિસી ચાલતી હોવી જોઈએ. તમે આ રકમનો લાભ એક સાથે કે હપ્તા સ્વરૂપે લઈ શકો છો.

ટૉપ-અપ પ્રીમિયમ: ટૉપ-અપ પ્રીમિયમની સુવિધા પૉલિસીના અંતિમ પાંચ વર્ષ ઉપરાંત પૉલિસી સમય સુધી ઉપલબ્ધ છે. ઓછામાં ઓછું 5 હજાર રૂપિયાનો ટૉપ -અપ પ્રીમિયમ હોઈ શકે છે.

-એચડીએફસી લાઇફ ક્લિક2 ઇન્વેસ્ટ

એચડીએફસી લાઇફ ક્લિક2 ઇન્વેસ્ટ એક ઑનલાઇન યૂનિટ લિંક પ્લાન છે, જે તમારી અને તમારા પરિવારની નાણાકીય સુરક્ષા સાથે સાથે બજારના રિટર્નના લાભ પણ આપે છે. આ પ્લાન દ્વારા તમે ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો.

કવરેજ :

ડેથ બેનિફિટ: પૉલિસી લાગુ થયા દરમિયાન મૃત્યુ થતા નૉમિનીને સમ એશ્યોર્ડ રાકમ, ફંડ વેલ્યૂ કે તમામ પ્રીમિયમનું 105 ટકા મળશે. ડેથ બેનિફિટની ચુકવણી બાદ પૉલિસી જાતે જ પુરી થઈ જાય છે.

મેચ્યોરિટી બેનિફિટ: પૉલિસી પૂરી થતાં અંતે મેચ્યોરિટીની તારીખ પર કુલ ફંડ વેલ્યૂ મળે છે. તમે આ રાશીને એક સાથે અથવા હત્પા સ્વરૂપે મેળવી શકો છો.

આંશિક રોકાણ: પૉલિસી શરૂ થયાના છઠ્ઠા વર્ષે આંશિક રીતે પૈસા કાઢવાની પરવાની મળે છે. સાથે જ પૉલિસી પ્રીમિયમને વધારવા અને ઘટાડવાની સુવિધા પણ આ પ્લાનમાં મળે છે.

પીએનબી વેલ્થ પ્લાન

-ડેથ બેનિફિટ: પૉલિસી લાગુ હોય એ દરમિયાન મૃત્યુ થતા નૉમિનીને ચોક્કસ રમક અને ફંડ વેલ્યૂના ચુકવાયેલા તમામ પ્રીમિયમોના 105 ટકા (ત્રણેયમાંથી જે વધારે હશે તે) મળે છે.

-મેચ્યોરિટી બેનિફિટ: પૉલિસી શરુ થયાના છઠ્ઠા વર્ષે પ્રત્યેક પૉલિસી વર્ષના અંતમાં ગેરેન્ટેડ લૉયલ્ટી એડિશન્સ મળે છે. પૉલિસીની શર્તો પ્રમાણે તે ચુકવવામાં આવે છે.

-લોયલ્ટી બેનિફિટ્સ : પૉલિસી થયાના છ વર્ષથી પ્રત્યેક પૉલિસી વર્ષના અંતે ગેરેન્ટેડ લૉયલ્ટી એડિશન્સ મળે છે. પૉલિસીની શરતો પ્રમાણે તેની ભરપાઈ કરાય છે.

જાણો 3 સારા ટર્મ પ્લાન

જાણો 3 સારા ટર્મ પ્લાન

તમે ન હોવા ત્યારે તમારા કુટુંબની ખુશીઓ જળવાઈ રહે તે માટે ટર્મ પ્લાન ખરીદવાની સલાહ અપાય છે. આ પ્લાન તમારા કુટુંબને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. તમને આવા કેટલાક ટર્મ પ્લાન વિશે જણાવીશું. આ ટર્મ પ્લાન માટે પ્રીમિયમની ગણના 65 વર્ષની ઉંમર સુધી માટે 1 કરોડ રૂપિયાનું કવર મેળવવા માટે 30 વર્ષની ઉંમર અને ધુમ્રપાન ન કરનારા પુરુષ પ્રમાણે કરાઈ છે.

મેક્સ લાઈફ ઓટીપી પ્લસ પ્લાન

મેક્સ લાઈફ ઓટીપી પ્લસ પ્લાન

આ ટર્મ પ્લાનનું પ્રીમિયમ 810 રૂપિયા પ્રતિ માસ છે.

-નૉમિનીને ડેથ બેનિફિટ

-ડેથ બેનિફિટ લેવાના અનેક વિકલ્પ ઉપલબ્ધ

-સમ એશ્યોર્ડ વધારવા માટે લાઈફ સ્ટેજ બેનિફિટ

-ક્રિટિકલ ઈલનેસ બેનિફિટ

-સમ એશ્યોર્ડ ડિસ્કાઉન્ટ

આઈસીઆઈસીઆઈ પ્રુ આઈપ્રોટેક્ટ સ્માર્ટ

આઈસીઆઈસીઆઈ પ્રુ આઈપ્રોટેક્ટ સ્માર્ટ

આ ટર્મ પ્લાનનું પ્રમિયમ 800 રૂપિયા પ્રતિ માસ છે.

પ્રમુખ વિશેષતાઓ

-મૃત્યુ, ટર્મિનલ ઈલનેસ અને વિકલાંગતા મામલે વધુ કવરજ

-ભરપાઈ માટે વિવિધ વિકલ્પ ઉપલબ્ધ

-આકસ્મિક મૃત્યુ અને ગંભીર બિમારીઓ મામલે આ કવર વધારવાનો વિકલ્પ

-તંબાકુ નો ઉપયોગ ન કરનારા લોકો માટે પ્રમિયમ પર ડિસ્કાઉન્ટ

એગોન લાઈફ આઈટર્મ

એગોન લાઈફ આઈટર્મ

આ ટર્મ પ્લાનનું પ્રમિયમ 558 રૂપિયા પ્રતિ માસ છે.

પ્રમુખ વિશેષતાઓ

-પતિ અને પત્નીને કવર કરવા માટે એક જ પૉલીસી ગંભીર બિમારીઓ માટે આ બિલ્ટ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ પતિ કે પત્નીમાંથી કોઈનું પણ મૃત્યુ થવાથી બીજાને સમ એશ્યોર્ડની ભરપાઈ મંથલી ઈનકમ બેનિફિટ

-વિના કોઈ મુશ્કેલીએ ઓનલાઈન પોલીસી ખરીદવાનો સરળ વિકલ્પ

-આ લેખમાં કેટલાક પસંદગીયુક્ત પૉલીસીનો ઉલ્લેખ માત્ર ઉદાહરણ માટે કરાયો છે.

ઉપર જણાવેલા ઈન્શ્યોરન્સ પ્લાન ઉપરાંત પણ તમે પોતાના અને પોતાના કુટુંબ માટે અન્ય સ્કીમ પસંદ કરી શકો છો.

1400 રૂપિયાની નાનકડી બચતથી તમારા બાળકને બનાવો કરોડપતિ

English summary
best investment plan in festival season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more