હવે વૉટ્સએપ પર બુક થશે ભારત ગેસનુ LPG સિલિન્ડર, જાણો કેવી રીતે
ઘરેલુ ગેસ સિલિન્ડરના બુકિંગને હજુ વધુ સરળ બનાવવા માટે ભારત ગેસ ગ્રાહકો માટે નવી સુવિધા લઈને આવ્યુ છે. હવે ભારત ગેસના ગ્રાહક વૉટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડરનુ બુકિંગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત ગેસના સાત કરોડથી વધુ ગ્રાહક દેશભરમાં છે. કોરોના વાયરસના કારણે જે રીતે દેશભરમાં લૉકડાઉન છે તેને જોતા કંપનીએ પોતાના ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યુ કે અમે મહામારીના સમયે ગ્રાહકોની સુવિધા માટે વૉટ્સએપ દ્વારા ગેસ બુક કરાવવાની સુવિધા પૂરી પાડી છે જેથી તેમને ગેસ બુક કરાવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ.

ગ્રાહકોને નજીક લાવવાની કોશિશ
કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ટી પીતામ્બરને કહ્યુ કે વૉટ્સએપનો લોકો મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે. આનાથી માત્ર યુવા નહિ પરંતુ ઓલ્ડ જનરેશનના લોકો પણ ઘણો ઉપયોગ કરે છે. એવામાં વૉટ્સએપ દ્વારા આપણે પોતાના ગ્રાહકોની વધુ નજીક જઈ શકીએ છીએ. તેમણે કહ્યુ કે વૉટ્સએપ પર ગેસ બુક કર્યા બાદ ગ્રાહકોને તરત જ એક કન્ફર્મેશનને મેસેજ આવશે કે તેમનો ગેસ બુક થઈ ગયો છે. આ સુવિધા આજથી બધા ભારત ગેસના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

ગ્રાહકોની સુવિધા માટે આ સેવા
કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરનુ કહેવુ છે કે ગ્રાહકોને તરત જ એક લિંક પણ મળશે જ્યાં તે પોતાના ગેસ બુકિંગના પૈસા ચૂકવી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો ડિજિટલ પેમેન્ટના વિકલ્પને અપનાવે. તેમણે કહ્યુ કે વર્તમાન પરિસ્થિતને જોતા અમે ઈચ્છીએ છીએ કે ગ્રાહકોને ગેસ બુકિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને લોકો ડિજિટલ પેમેન્ટના માધ્યમથી પૈસાનુ ચૂકવણી કરે.

આ રીતે કરો વૉટ્સએપ પર ગેસ બુક
જો તમારે વૉટ્સએપ પર ગેસ બુક કરાવવો હોય તો તમારે બીપીએલના સ્માર્ટલાઈન નંબરને પોતાના વૉટ્સએપ પર જોડી દેવો. આ નંબર 1800224344 છે. આ નંબરને જ્યારે તમને તમારા ફોનમાં સેવ કરશો તો એ તમારા વૉટ્સએપ પર પણ દેખાવા લાગશે. ત્યારબાદ તમારે 'HI' મેસેજ કરવાનો છે. ત્યારબાદ ગેસ બુક કરાવવા માટે તમે 'Book' મેસેજ અથવા '1' મોકલી શકો છો. તે મોકલ્યા બાદ તમારો ગેસ બુક થઈ જશે અને તમને એક લિંક મળી જશે જ્યાં તમે ગેસ બુકિંગની ચૂકવણી કરી શકો છો.
પ્રેગ્નેન્સીમાં પોટેટો ચિપ્સ ખાવાની ઈચ્છા ખતરનાક સાબિત થઈ શકે છે, થઈ શકે છે આ બિમારી