For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતી એરટેલે ક્લૉલકોમના એકમોમાં પોતાનો હિસ્સો વધાર્યો

|
Google Oneindia Gujarati News

qualcom-bharti-airtel
નવી દિલ્હી, 4 જુલાઇ : ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે આજે ગુરુવારે જણાવ્યું છે કે તેણે ભારતમાં ક્વૉલકોમની તમામ ચાર બ્રોડબેન્ડ વાયરલેસ સેવા (બીડબલ્યુએ)ના એકમોમાં પોતાનો હિસ્સો બે બે ટકા વધાર્યો છે. આ સાથે જ આ ચારે કંપનીઓ ભારતી એરટેલની આનુષાંગિક કંપનીઓ બની ગઇ છે.

આ અંગેની એક જાહેરાતમાં કંપનીએ જણાવ્યું કે ભારતી એરટેલે આજે ક્લૉલકોમ એપીની તમામ ચાર બીડબલ્યુએ કંપનીઓમાં પોતાનો હિસ્સો બે બે ટકા વધાર્યો છે. આ પહેલા મે 2012ના રોજ ભારતી એરટેલ અને ક્વૉલકોમે આ હેતુથી એક સમજુતિ કરી હોવાની જાહેરાત પણ કરી હતી. આ સમજુતિ અંતર્ગત ભારતી એરટેલે દિલ્હી, મુંબઇ, કેરળ અને હરિયાણા સર્કલમાં 4જી સેવા પ્રદાન કરવાનું લાયસન્સ મેળવનારી ક્વૉલકોમના ચારેય એકમોમાં 49 ટકાની ભાગીદારી મેળવી લીધી હતી.

આ એકમોમાં બે ટકા હિસ્સેદારી વધતા ભારતીનો હિસ્સો 51 ટકા થઇ ગયો છે. જેના કારણે ક્વૉલકોમની કંપનીઓ ભારતી એરટેલની આનુષાંગિક કંપનીઓ બની છે. આ જાહેરાત બાદ ભારતીય શેર માર્કેટમાં ભારતી એરટેલના શેરના ભાવોમાં 2.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તેનો શેર 301.15 રૂપિયાના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સોદાથી હવે ભારતી એરટેલ 8 સર્કલમાં બ્રોડબેન્ડ સેવા ઉપલબ્ધ કરાવી શકશે.

English summary
Bharti raised its stake in Qualcomm units.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X