For Daily Alerts
કોરોના સંકટ વચ્ચે RBI બૂસ્ટર ડોઝ, કેટલાય મહત્વના એલાન કર્યાં
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે દેશભરમાં લૉકડાઉન ચાલુ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ કરી. જેમાં તેમણે કહ્યું કે IMFએ એ વાતનું અનુમાન લગાવ્યું કે દુનિયામા સૌથી મોટી મંદી આવનાર છે, જે ખતરાની ઘંટડી છે. તેમણે કહ્યું કે કોરોના સંટના કારણે ભારતની જીડીપી 1.9 ટકાની રફ્તારથી વધશે, જી20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.
RBI ગવર્નરના પ્રેસ કોન્ફરન્સની મોટી વાતો
- RBI ગવર્નરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની કટોતી સાથે 4 ટકાથી ઓછો કરી 3.75 ટકા કરવામાં આવ્યો.
- તેમણે કહ્યું કે NABARDને 25 હજાર કરો, SIDBIને 15 હજાર કરોડ અને NHBને 10 હજાર કરોડ રૂપિયાની મદદ કરવાનો ફેસલો કર્યો છે.
- તેમણે કહ્યું કે કોરોના વાયરસના સંકટના કારણે વર્ષ 2020માં વૈશ્વિક કારોબારમાં 13થી 32 ટકાની ગિરાવટનું અનુમાન છે.
- તેમણે કહ્યું કે કોરોનાના કારણે નાણાકીય નુકસાન ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. રોકડની કમી થવા દેવામાં નહિ આવે. દેશમાં 91 ટકા એટીએમ કામ કરી રહ્યા છે.
- તેમણે કહ્યું કે ઈન્ટરનેટ બેંકિંગથી સારા કામ થઈ રહ્યા છે. બેંક સારાં કામ કરી રહી છે.
- પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કોરોના સંટ વચ્ચે બેંક સ્થિતિ પર નજર બનાવી રાખેલ છે અને ડગલેને પગલે ફેસલા લઈ રહ્યા છે.
- શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના સંકટના કારણે જીડીપીની ગતિ ઘટશે, પરંતુ બાદમાં તે ફરીથી તેજ ગતિ પકડશે.
- કોરોના સંકટ વચ્ચે ભારતની જીડીપી 1.9 ટકાની ગતિથી વધશે. જો કે તેમણે કહ્યું કે આ સ્થિતિ જી20 દેશોમાં આ સૌથી સારી સ્થિતિ છે. પરંતુ જ્યારે કોરોનાનો સમય ચાલ્યો જશે તો ભારતની જીડીપી ફરી એકવાર 7 ટકાથી વધુની ગતિએ આગળ વધશે.
- કોરોનાના કારણે દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.
- તેમણે કહ્યું કે કોરોના સંકટની વચ્ચે પણ કૃષિ ક્ષેત્ર ટિકાઉ છે. અમારી પાસે બફર સ્ટૉક છે.
- આરબીઆઈ ગવર્નરે કહ્યું કે માર્ચ 2020માં એક્સપોર્ટમાં ભારે ગિરાવટ આવી છે, આ ઉરાંત વિદેશી મુદ્રા ભંડાર 476 અબજ ડૉલરનો છે.
કોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBI