For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદલાઇ ગયા છે પાન કાર્ડના નિયમ, હવે કિંમતી ભેટ ખરીદવી મુશ્કેલ

|
Google Oneindia Gujarati News

ભષ્ટ્રાચાર અને કાળા નાણાં પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે પાન કાર્ડના નિયમોમાં મહત્વપૂર્ણ બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. હવે 50000 રૂપિયાથી વધુની ખરીદી પર પાન કાર્ડ અનિવાર્ય કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પહેલા કાળાં નાણાંનો મોટા પાયે ઉપયોગ સોનાની ખરીદી વખતે થતો હતો.

રાજસ્વ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે ઝ્વેલરીની ખરીદીમાં મોટે પાયે કાળું નાણું વપરાતું હતું. જેને રોકવા માટે આ નવા નિયમો કરવામાં આવ્યા છે. વધુમાં આ નિયમ વડાપ્રધાન જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓ પર પણ લાગુ થશે.

તો નવા નિયમો શું છે. અને હવે કેવી વસ્તુઓની ખરીદી વખતે પાન કાર્ડ રાખવું મસ્ટ બનશે તે વિષે જાણો સવિસ્તારથી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શોપિંગ વખતે

શોપિંગ વખતે

જો તમે 50000થી વધુની કોઇ ખરીદી કરી રહ્યા છો તો તમારે પાન કાર્ડ બતાવવું પડશે.

હવાઇ યાત્રા

હવાઇ યાત્રા

50000 રૂપિયાથી વધુની વિમાન ટિકિટ ખરીદવા પર પણ પાન કાર્ય બતાવવું અનિવાર્ય બનશે.

અચલ સંપત્તિ

અચલ સંપત્તિ

10 લાખ રૂપિયાથી વધુની ધર જેવી અચલ સંપત્તિની ખરીદી પર પણ પાન કાર્ડ બતાવવું પડશે.

હોટલમાં રોકાણ

હોટલમાં રોકાણ

જો તમારી હોટલનું બિલ 50 હજાર કરતા વધુ આવશે તો પણ તમારે પાન કાર્ડ બતાવવું પડશે.

જનધન યોજના

જનધન યોજના

વડાપ્રધાનની જલ ધન યોજના હેઠળ ખોલાયેલા ખાતામાં પણ 50 હજાર રૂપિયાથી વધુની લેન દેન પર પણ પાન કાર્ડ બતાવવું અનિવાર્ય થશે.

English summary
Big changes in furnishing Pan Card for various transaction. Now shopping over rupees 50 thousand producing pan card would be mandatory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X