
બીએસએનએલએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન! આટલા રૂપિયામાં મળશે દૈનિક 2 GB ડેટા
BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ ગ્રાહકો માટે બે નવા માસિક રિચાર્જ પ્લાનની જાહેરાત કરી છે. BSNL એ જણાવ્યું હતું કે, તે 1 જુલાઈ, 2022ના રોજ યુઝર્સ માટે બે નવા પ્રિપેડ પ્લાન રજૂ કરી રહી છે. આ બે નવા પ્લાનની કિંમત 228 રૂપિયા અને 239 રૂપિયા હશે.
બંને પ્લાન ગ્રાહકોને માસિક વેલિડિટી સાથે ઓફર કરવામાં આવશે. BSNL એ જણાવ્યું હતું કે, બંને પ્લાન માટે રિચાર્જની તારીખ દર મહિને સમાન હશે. ચાલો BSNL ના આ બે નવા પ્રિપેડ પ્લાન વિશે વિગતવાર જાણીએ...

BSNL રૂપિયા 228 પ્રિપેડ પ્લાન
BSNLનો રૂપિયા 228 પ્રીપેડ પ્લાન માસિક વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલિંગ, 2 GB દૈનિક ડેટા સાથે ઓફરકરવામાં આવશે, ત્યારબાદ સ્પીડ ઘટીને 80 Kbps અને 100 SMS/દિવસ થઈ જશે. BSNL આ પ્લાન સાથે ગ્રાહકો માટે પ્રોગ્રેસિવવેબ એપ પર ચેલેન્જ એરેના મોબાઈલ ગેમિંગ સર્વિસનું પણ બંડલ કરશે.

BSNL રૂપિયા 239 પ્રિપેડ પ્લાન
બીએસએન રૂપિયા 239નો પ્રિપેડ પ્લાન અમર્યાદિત વોઇસ કોલિંગ અને રૂપિયા 10ના ટોક ટાઇમ સાથે 100 SMS/દિવસ સાથે 2 GBદૈનિક ડેટા સાથે આવશે. 2 GB ડેટાના વપરાશ બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 80 Kbps થઈ જશે. આ પ્લાન સાથે ગેમિંગ બેનિફિટ્સ પણઆપવામાં આવે છે. યુઝર્સના મેઇન એકાઉન્ટમાં ટોકટાઈમ ઉમેરવામાં આવશે.

આ કંપનીને આપશે ટક્કર
મહિનાના કોઈ ચોક્કસ દિવસે આ પ્લાન્સ સાથે રિચાર્જ કરનારા વપરાશકર્તાઓએ આગામી મહિનામાં તે જ તારીખે ફરીથી આ પ્લાન્સ સાથેરિચાર્જ કરવાનું રહેશે.
આ બંને પ્લાન એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના માસિક પ્લાનને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યાછે.