For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLનો જોરદાર પ્લાન, 5 રૂપિયામાં રોજના 4 જીબી ડેટા

બીએસએનએલની નવી ઓફર હેઠળ તમને રોજના 4 જીબી 3જી ડેટા મળશે. જાણો આ પ્લાન અંગે વિગતવાર

|
Google Oneindia Gujarati News

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ એ ગુરુવારે એક તેવી ઓફર રજૂ કરી છે જે તમને આપશે જોરદાર ડેટા. બીએસએનએલનો આ પ્લાન જોઇને તમને પણ લાગશે કે કૂલ પ્લાન આપવાની ક્ષમતા ખાલી જીયો કે એરટેલ જેવી ખાનગી કંપનીમાં જ નહીં પણ બીએસએનએલ જેવી સરકારી કંપનીઓમાં પણ છે. કંપનીની આ ઓફર હેઠળ તમે રોજના 4 જીબી 3જી ડેટા મેળવી શકો છો. તો શું છે આ પ્લાન જાણો વિગતવાર....

શું છે ઓફર

શું છે ઓફર

કંપનીએ 444 રૂપિયાની એક ખાસ ઓફર શરૂ કરી છે. આ ઓફરને કંપનીએ બીએસએનએલ ચોક્કા નામ આપ્યું છે. આ ઇન્ટરનેટ ડેડા 3જી ડેટા મળશે. આ પેકની વેલિડિટી 90 દિવસોની છે. આમ 90 દિવસો સુધી તમને રોજ 4 જીબી 3જી ઇન્ટરનેટ ડેયા બિલકુલ મફતમાં મળશે.

5 રૂપિયામાં રોજની 4 જીબી

5 રૂપિયામાં રોજની 4 જીબી

આ ઓફરને જો ધ્યાનથી જોવામાં આવે તો રોજના તમને ખાલી 5 રૂપિયા ખર્ચ કરીને 4જીબી ઇન્ટરનેટ ડેટા મળી રહ્યું છે. આમ 444 રૂપિયામાં તમને 90 દિવસ માટે ડેટા મળશે. જે હિસાબે તમને દિવસના 5 રૂપિયાના ખર્ચે તમને આ સુવિધા મળશે. અત્યાર સુધી તમામ કંપની જે રેટ બહાર પાડ્યા છે તેમાં સૌથી સસ્તા ભાવ છે.

પ્રીપેડ ગ્રાહક

પ્રીપેડ ગ્રાહક

જો કે બીએસએનએલ આ ઓફર ખાલી તેના પ્રીપેડ ગ્રાહકો માટે જ લાવ્યો છે. આ સ્પેશ્યલ ટેરિફ વાઉચરની મદદથી બીએસએનએલ રિલાયન્સ જીયો અને અન્ય ખાનગી કંપનીઓને બરાબરની ટક્કર આપશે તે વાતમાં કોઇ શંકા નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બીએસએનએલ એ ટ્રિપલ એસ એટલે કે 333 રૂપિયાની સ્કીમ શરૂ કરી હતી જેમાં 3 જીબી 3જી ડેટા આપવાની વાત કરવામાં આવી હતી.

બીએસએનએલ

બીએસએનએલ

આમ પણ હાલમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો બીએસએનએલ વધુ વાપરે છે. જીયોના આવ્યા પછી તેનું માર્કેટ થોડું ડગ્યું હતું. પણ વળી પાછા બીએસએનએલ પોતાની યુનિક સ્ક્રીમથી તેના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ગ્રાહકોને પણ આ સ્ક્રીમ પસંદ આવી રહી છે તેમ લાગે છે.

English summary
bsnl offer of 4 gb data every day for 90 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X