BSNLની ધમાકા ઑફર, 1 વર્ષ સુધી અનલિમિટેડ લોકલ, STD કોલ્સ, ડેટા...
રિલાયન્સ જિયોના કારણે મળી રહેલ પડકારના કારણે બધી ટેલિકોમ કંપનીઓ એક પછી એક નવા પ્લાન લાવી રહી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ સાથે સાથે સરકારી ટેલિકોમ કંપની BSNL ને પણ જિયોના આવ્યા બાદ ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. જિયોની પ્રતિસ્પર્ધાના કારણે બીએસએનએલે ધમાકેદાર પ્લાન લૉન્ચ કર્યો છે. BSNLના આ પ્લાનમાં યુઝરને આખા વર્ષ માટે અનલિમિટેડ કૉલિંગ સાથે ડેટા અને એસએમએસની સુવિધા મળી રહી છે.

BSNL નો ધમાકેદાર પ્લાન
BSNL એ પોતાના પ્રીપેડ યુઝર માટે શ્રેષ્ઠ પ્લાન લઈને આવ્યા છે. આ પ્લાનમાં યુઝરને 365 દિવસની માન્યતા સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં યુઝરને દેશભરમાં કોઈ પણ નેટવર્ક પર લોકલ અને એસટીડી કૉલિંગની સુવિધા મળે છે. પ્લાનમાં 1000 મફત એસએમએસ સાથે 5જીબી 2જી, 3જી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. જો તમારો ડેટા ખતમ થઈ જાય તો તમને એડ ઑન ડેટા પેક્સની સુવિધા મળે છે.

1312 રૂપિયામાં આખુ વર્ષ મેળવો અનલિમિટેડ કૉલિંગનો લાભ
બીએસએનએલના આ પ્લાનની કિંમત 1312 રૂપિયા રાખી છે. એટલે કે તમે આ કિંમત ચૂકવીને વર્ષભર અનલિમિટેડ કૉલિંગનો લાભ ઉઠાવી શકો છો. જો કે તમને જણાવી દઈએ કે આ પ્લાન માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાના સર્કલ માટે જ લાગુ છે. BSNL પોતાના આ પ્લાનથી જિયોના 1699 રૂપિયાના પ્લાનને ટક્કર આપશે. જો કે આ પ્લાન જિયોના પ્લાનના મુકાબલે થોડો મોંઘો છે.

વધુ બે પ્લાન કર્યા લૉન્ચ
BSNLએ 1312 રૂપિયાના પ્લાન ઉપરાંત 1699 રૂપિયા અને 2009 રૂપિયાના પણ બે પ્લાન લૉન્ચ કર્યા. 1699 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને રોજિંદા 2 જીબી ડેટા મળે છે તો વળી, પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા મળે છે. વળી, 2009 રૂપિયાવાળા પ્લાનાં યુઝર્સને રોજિંદા 4જીબી ડેટા સાથે સાથે અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ મળે છે.
આ પણ વાંચોઃ ગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ