બજેટ 2017: ગુજરાત અને સામાન્ય માણસને બજેટમાં મળી આ રાહતો
નાણાં પ્રધાનના યુનિયન બજેટથી સામાન્ય લોકોને મોટી આશા હતી. નોટબંધી પછી લોકોને આશા હતી કે તેમની થોડીક રાહત મળશે. તે મુજબ આ બજેટમાં સામાન્ય માણસને અનેક રાહત સરકાર દ્વારા આપવામાં આવી છે. જેટલીએ 2.5 લાખથી 5 લાખ આવક પર લાગનારો 10 ટકા ટેક્સ ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જો કે નાણાં પ્રધાને બજેટમાં 50 લાખથી ઓછી આવકવાળા લોકો પર અતિરિક્ત ટેક્સની જાહેરાત કરી છે.
Read also: બજેટ બાદ મોદીએ કહ્યું, દાળથી લઇને ડેટા સુધી સૌનો વિચાર કર્યો છે
નાણાં પ્રધાને જાહેરાત કરી છે કે જે લોકોની કમાણી 50 લાખથી વધુ છે તે પર 10 ટકા અતિરિક્ત ટેક્સ લગાવવામાં આવશે. જ્યારે એક કરોડ સેલરી પર 15 ટકા અતિરિક્ત ટેક્સ લગાવવામાં આવશે. વળી 10 લાખથી વધુ વાર્ષિક આવકવાળા લોકોને પણ થોડીક છૂટ આપવામાં આવી છે. ટેક્સથી સરકારી તિજોરીમાં પૈસા આવ્યા છે. બજેટમાં તેવી કંઇ જાહેરાતો છે જે સામાન્ય માણસની મુશ્કેલીને ઓછી કરે છે જાણો અહીં...
- 1 કરોડ પરિવારને વર્ષ 2019 સુધીમાં ગરીબી રેખાથી બહાર નીકાળવામાં આવશે.
- કાચા ઘરોમાં રહેલા 1 કરોડ લોકોને ઘર આપવામાં આવશે
- એમ્સના બે નવા કેમ્પસ ગુજરાત અને ઝારખંડમાં ખુલશે
- વરિષ્ઠ નાગરિકોને આધાર બેસ્ટ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
- એલઆઇસી વરિષ્ઠ નાગરિકાને માટે 8 ટકા વાળી રિટર્ન પોલિસી લાવશે
- ઇ ટિકટ બુકિંગ પર હવે સર્વિસ ટેક્સ નહીં આપવો પડે.
- મુખ્ય પોસ્ટ ઓફિસથી સીધા પાસપોર્ટ જાહેર કરવામાં આવશે
- એન્જીનિયરીંગ અને મેડિકલ પરીક્ષા હવે એક અલગ એજન્સી કરાવશે.
- ભૂમિ અધિગ્રહણથી મળેલી વળતર કર મુક્ત રહેશે
- ખેડૂત વીમા યોજના માટે 13 હજાર કરોડ ફાળવવામાં આવશે.
- ભીમ એપ દ્વારા ડિજીટલ પેમેન્ટટ કરવા પર કેશ બેક મળશે
- દેશભરની ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની મદદ મળશે.